સુરત : સુરતની ડાયમંડ રીંગને બેસ્ટ ડિઝાઇન માટે મળ્યું એવોર્ડ

admin
1 Min Read

દિલ્હી ખાતે આયોજિત રિટેલ જ્વેલર્સ ગિલ્સ એવોર્ડમાં જ્યારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામનાર જ્વેલરી બ્રાન્ડને પછાડી સુરતની એક ખાસ ડાયમંડ રીંગને બેસ્ટ ડિઝાઇન માટે એવોર્ડ મળ્યો છે ત્યારે મોટા મોટા જ્વેલરી ઉદ્યોગકારો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. પ્રકૃતિથી પ્રભાવિત થઈ સુરતમાં એક એવી ડાયમંડ રીંગ તૈયાર કરવામાં આવી છે. જેને દેશની સર્વશ્રેષ્ઠ ડાયમંડ રિંગ નો એવોર્ડ મળ્યો છે. એક પતંગિયું કેવી રીતે પુષ્પને પ્રેમ કરે છે અને આસપાસ ફરે છે જેને દર્શાવતી આ ડાયમંડ રીંગ ચર્ચાનો વિષય બની ગઇ છે. આ રિંગની ખાસિયત છે કે આ બે આંગળીમાં પહેરી શકાય છે. બેસ્ટ રિંગ એવોર્ડ મેળવી ચુકેલી આ રિંગ સુરતના લોકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની છે.

Share This Article