અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થતા વહીવટી તંત્ર દ્વારા તૈયારી શરૂ કરાઇ છે દક્ષિણ ગુજરાત અને સુરત શહેરના દરિયા કાંઠાના ગામોને એલર્ટ કરી દેવાયા છે. જિલ્લા કલેકટર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ઓફિસ ખાતે બેઠક કરીને આવનાર વાવાઝોડાને લઈને તૈયારીઓ કરવામાં આવી હતી. જેમાં વાવાઝોડા સમયે દરિયા કાંઠાના ગામોને મુશ્કેલી ન પડે તે માટે પૂર્વ તૈયારી કરવામાં આવી છે. ડુમસ દરિયા કિનારે આવેલા ભીમપોર ગામ ,ડુમસ ગામમાં પોલીસ સતત લોકોને અપીલ કરી છે,

સંભવિત વાવાઝોડાને લઇ માહિતગાર કરી રહી છે. સાથે એરપોર્ટ નજીક ચાલતા બાંધકામ અને પતરાના શેડ ઉતારવા સૂચના આપી દેવામાં આવી છે.પાલિકા કર્મચારીઓને રવિવારે હાજર રહેવાનો પરિપત્ર જાહેર કરાયો છે. ટોકતે વાવાઝોડાની અસર સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો દેખાઈ રહ્યો છે. સામાન્ય દિવસોમાં જે બફારો અને ગરમીનો અનુભવ થતો હતો. તેને બદલે વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. થોડેઘણા અંશે સુરતીલાલાઓએ ગરમીથી રાહત અનુભવી છે.તાઉ-તે વાવાઝોડાને કારણે ઘણાં બધાં છે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
