સુરત : કાપડ માર્કેટના ટેમ્પો ચાલકોએ કરી હડતાળ

admin
1 Min Read

છેલ્લા બે દીવસથી ભાવ વઘારાની માંગ સાથે માલીક અને ટેમ્પો ચાલકો વચ્ચે સહમતિ નહી સંઘાતા છેવટે આજથી ટેમ્પા ચાલકોએ સમગ્ર જી.આઇ.ડી.સી.માં માલ વહનનો બહીષ્કાર કર્યો હતો. આજે વહેલી સવારથી જ નવી પારડી ગામની સીમમાં શિવશક્તિ હોટલ સામે ટેમ્પા ચાલકો રસ્તા ઉપર ઉતરી આવી હડતાલ કરી હતી. કીમ -પીપોદરા-હરિયાલ -કરંજ-તડકેશ્વર-પાલોદ-કોસંબા સહીત કોસંબા અને કીમ વચ્ચે ની તમામ જી.આઇ.ડી.સી.ઓમાં આવેલી ફેકટરીઓમાં આજથી ટેમ્પા ચાલકોએ માલ ઉઠાવવાનું બંઘ કરી દીઘુ હતુ. ટેમ્પો ચાલકોએ નવા ભાવ પૈકી રૂ.૮થી ૯નાં તાકાનાં ભાવ સામે રૂ.૪થી ૫ નો વઘારો એટલે કે તાકા દીઠ રૂ.૧૨ વોટર જેટ નાં રૂ.૧૦ થી ૧૨ સામે નવો ભાવ પૈકી રૂ.૧૫ તેમજ કાર્ટુનનાં પણ રૂ.૨૦ સામે પ્રતિ કાર્ટુન રૂ.૩૦ ની માંગણી ટેમ્પો ચાલકોએ કરી હતી. પરંતુ બન્ને પક્ષે ભાવ મુદ્દે માઠાગાઠ સર્જાતા આજે સવારથી ટેમ્પા ચાલકો કામથી અળગા રહી હડતાલ ઉપર ઉતરી જતા સામી દીવાળીએ માલનાં ભરાવા સામે ફેકટરી માલીકો નવી ઉપાઘી મામલે મુજવણમાં મુકાઇ ગયા છે.

Share This Article