સુરતમાં મકાન ધરાશાયી થવાની ઘટના યથાવત જોવા મળી રહી છે. બુંદેલા વાડમાં 70 વર્ષ જૂનાં મકાનનો આગળનો ભાગ ધરાશાયી થતા અફરાતફરી મચી ગઇ હતી. એકાએક જ બે માળના મકાનનો આગળનો ભાગ તૂટી પડતા ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘરની પાછળનો ભાગ આરસીસીનો બન્યો હોવાથી તે ધરાશાયી થયો નથી પરંતુ આગળનો જે ભાવ હતો તે આંખો નીચે ધસી પડ્યો હતો. બુંદેલા વાડમાં 70 વર્ષ જૂનું મકાનનો આગળનો ભાગ ધરાશાયી થયો હતો. મકાન માલિકનું કહેવું છે

કે તેમના ઘરની બાજુના ઘર ઉતારી લેવામાં આવ્યું હતું અને તેને કારણે આ ઘટના બની છે. બાજુમાં ઘર ન હોવાને કારણે કોઈપણ પ્રકારનો સપોર્ટ ન મળતા આગળનો ભાગ તૂટી પડ્યો હતો. જે ઘર ઉતારી લેવામાં આવ્યું હતું તેના માલિકને પણ આ બાબતે જાણ કરવામાં આવી હતી પરંતુ કોન્ટ્રાકટર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી ન હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળ પર પહોંચીને કાટમાળ દૂર કરવાનું શરૂ કર્યું હતું. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈપણ જાનહાનિ થઈ નથી.
