નવા-નવા ટ્રાફિકના નિયમો ઘડીને બસ આમ જનતાને પરેશાન કરવાના જ હથકંડા થઈ રહ્યા છે.આવો જ એક વીડિયો સુરતમાં સામે આવ્યો છે.જ્યાં શહેરના કમેલા દરવાજા પાસથી સેટિંગ બાજ ક્રેન ચાલકો પહેલા લોકોના વાહનોને ટોઈંગ કરે છે અને ત્યાર બાદ કોઈ વ્યક્તિ પોતાનું વાહન છોડવવા માટે આવે ત્યારે તેની પાસેથી તમામ પ્રકારના કાગળોની માગણી કરવામાં આવે છે જે બાદ દંડની મોટી રકમ હોય તે વ્યક્તિને નિશાન બનાવે છે અને 1100 થી વધુનો દંડ હોય તેવા વાહન ચાલકો પાસેથી 500થી 600 રૂપિયાનો તોડ કરવામાં આવે છે કોઈપણ રસીદ વગર જ નાણા ઉઘરાવવામાં આવે છે પરંતુ આ ભ્રષ્ટાચારીઓનો ભાંડો ફોડતો આ વીડિયો સામે આવ્યો છે જેમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે, કેવી રીતે ક્રેન ચાલકો વગર રસીદે પૈસા પડ઼ાવી રહ્યા છે.આ ઘટનાને લઈને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -