નવસારીમાં એક યુવકને એક યુવતીએ જાહેરમાં માર માર્યાનો વિડીયો વાઈરલ થયો છે. શહેરના જ્યુબિલી ગાર્ડનમાં બનેલી આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે, આ યુવતી યુવકને પહેલા લાફા મારે છે અને પછી તેને પટ્ટાથી ફટકારે છે. આ યુવક અને તેને માર મારી રહેલી યુવતીની નાની બહેન વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું કહેવાય છે અને કથિત રીતે આ યુવકે તેની પ્રેમિકાને માર મારતા મોટી બહેન વિફરી હતી. ગુસ્સાથી લાલચોળ મોટી બહેન સીધી જ જ્યુબિલી ગાર્ડનમાં દોસ્તો સાથે બેઠેલા યુવક પાસે પહોંચી હતી અને તને પહેલા તો બધાની વચ્ચે લાફા મારવાનું શરૂ કરી દીધું હતું. આટલેથી તેનો ગુસ્સો શાંત ન થયો અને તેણે પર્સમાંથી પટ્ટો કાઢી તેને મારવાનું શરૂ કરી દીધું.આ સમગ્ર ઘટના દરમિયાન યુવકના મિત્રો બધો તમાશો જોતા રહ્યા. કોઈ વચ્ચે પડવાની હિંમત કરી શક્યું ન હતું. વિડીયોમાં યુવતી યુવકને માર મારતા-મારતા એમ કહેતા સંભળાય છે કે, તેના કારણે તેની બહેનને આંખનું ઓપરેશન કરાવવું પડશે, તેનો ખર્ચ કોણ આપશે અને પીડા પણ ભોગવવી પડી છે.પોતાની બહેન પર હાથ કેમ ઉપાડ્યો તેમ કહી આ યુવતી પહેલા તો યુવકને લાફા મારી દે છે અને બાદમાં પટ્ટાથી મારે છે. વિડીયોમાં સંભળાતા સંવાદ પરથી લાગી રહ્યું છે કે, આ યુવતીની સાથે અન્ય એક યુવતી હતી, જે આ સમગ્ર ઘટના મોબાઈલમાં રેકોર્ડ કરી રહી હતી.ગાર્ડનમાં હાજર અન્ય લોકોએ ગાર્ડનની બહાર જઈ બબાલ કરવા કહ્યું. એ પછી પહેલા યુવક અને અને તેના મિત્રો ત્યાંથી જતા રહે છે અને આમ, મામલો શાંત પડ્યો હતો.”
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -