સ્માર્ટ સિટી સુરત શહેરમાં ચોરો પણ સ્માર્ટ થયા છે. શહેરમાં ફક્ત “ઈકો” મારુતિકાર ના સાઇલેન્સર ચોરતી ગેંગ ડીસીબી પોલીસ ના હાથે લાગી છેક્રાઇમ બ્રાંચે મોટા વરાછામાંથી ઇકોકારમાંથી સાઇલેન્સર ચોરતી ટોળકીના કિશોર સહિત 7 લોકોને ઝડપી પાડી તેમની પાસેથી 10.51 લાખનો મુ્દામાલ કબજે લીધો હતો. મોટા વરાછાના શિવમોટર્સ ગેરેજના ભાગીદારો અનિલગિરી અને કેયુર અજાણી પેલેડિયમ કેથેલિક ડસ્ટ જેવી કિંમતી ધાતુ મેળવવા ઈકોકારના સાઇલન્સર બદલી નાખતા હોવાની માહિતી ક્રાઇમબ્રાંચની તપાસમાં બહાર આવી છે. બે વર્ષથી કોરોનાને કારણે ગેરેજનું કામ બંધ હોવાથી રૂપિયા માટે બંને 3 સાગરિતો સાથે ઈકોમાંથી સાઇલન્સર ચોરી કરવાનું શરૂ કર્યુ હતું. રાતના સમયે કાર અને બાઇક પર નીકળી આ ટોળકીએ છેલ્લા 3 મહિનામાં 21 સાઇલેન્સરોની ચોરી કરી છે.

ટોળકીએ સરથાણામાંથી 11, કાપોદ્રમાંથી 3, પુણામાંથી 3, કામરેજમાંથી 2, અમરોલી અને વરાછામાંથી સાઇલેન્સર ચોરી કર્યા છે. ક્રાઇમબ્રાંચે સાઇલેન્સર ચોર ટોળકીને મોટા વરાછા મંત્ર હોમ્સ ચાર રસ્તા પાસેથી બુધવારે પકડી પાડી છે. જેમાં 17 વર્ષનો કિશોર સહિત 5 લોકો ચોરી કરવામાં સામેલ હતા. જયારે બે ચોરીનો માલ લેનારા ભંગારના વેપારી છે. અગાઉ અનિલગીરી ગોસ્વામી અપહણ,ખંડણી,ચોરી-4,ચીટીંગ એટીએમ તોડવાનો પ્રયાસ, દારૂ-2 અને ઍક્સિડન્ટ મળી 10 ગુનાઓમાં પકડાયો હતો
