આમ તો દરેક લોકો પોતાના બાળકોને રીક્ષા અથવા વાનમાં સ્કૂલે મોકલતા હોય છે, પરંતુ તમારું બાળક કેટલું સલામત હોય છે તે કદી નથી વિચારતા, ત્યારે સ્કૂલ વાન ચાલકો નિયમોની એસી-તેસી કરી બાળકોને ઘેટા બકરાની જેમ વાનમાં ભરે છે, તેનો પૂરાવો આપતો વીડિયો વાયરલ થયો છે. સુરતમાં સ્કૂલ વાન અને સ્કૂલ રીક્ષા ચાલકો બાળકોને ઘેટા બકરાંની જેમ ભરતા હોવાના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા હોય છે. આજે વધુ એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં બાળકો વધુ હોવાને લઈને સ્થાનિક લોકો દ્વારા આ વાનને અટકવામાં આવી હતી અને લોકોએ ડાઈવરનો ઉધડો લીધો હતો. આ મામલે પોલીસે કાર્યવાહી કરતા વાન અને રીક્ષા ચાલકો દ્વારા હડતાળ કરવા આવી હતી, અને પોતાને ઓછા બાળકો લઈ જાય તો પોસાતું નથી. ત્યારબાદ સ્કૂલ વાન અને રિક્ષા ચાલકો દ્વારા ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ ભાડામાં વધારો કર્યા બાદ પણ કમાણી કરવાની લાહ્યમાં સ્કૂલ વાન ચાલકો બાળકો વધુ ભરીને ભૂલકાઓનો જીવ જોખમમાં નાખી રહ્યા છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -