સુરત: મસ્કતી હોસ્પિટલમાં તાલીમાર્થી મહિલાની છેડતીનો મામલો

admin
1 Min Read

સુરત મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલના મુકાદમ દ્વારા મહિલા કામદારોની જાતીય સતામણીની પોલીસ ફરિયાદ થઈ હતી. ભોગ બનનાર મહિલા કર્મચારીઓ મહાનગરપાલિકા કમિશ્નરને રજૂઆત કરવા આવી હતી. સમગ્ર કિસ્સાને જાતીય સતામણી સેલ અને વધુ તપાસ માટે સોંપી દેવામાં આવ્યો હતો. બીજી તરફ ગંભીર આક્ષેપો થયા છે તેવા મુકાદમ સામે પગલાં ભરવા નો રિપોર્ટ પણ કમિશ્નરને સોંપવામાં આવ્યો છે.

ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખીને આરોપી અશોક વાળંદની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સુરત પાલિકા સંચાલિત મસ્કતી હોસ્પિટલના મુકાદમ અશોક વાળંદ સામે આઠ જેટલી મહિલાએ જાતીય સતામણીના ગંભીર આક્ષેપ કર્યા છે. આક્ષેપ કરનાર મહિલાઓ આજે મહાનગરપાલિકા કમિશ્નરને મળવા માટે આવી હતી. રજૂઆત દરમિયાન તેઓએ મુકાદમ સેક્સની માગણી કરતો હોવા સાથે હેરાનગતિ કરી હોવાના પણ ગંભીર આક્ષેપ કર્યા હતા. એક મહિલાએ આક્રોશપૂર્ણ તરીકે કમિશનરને જણાવ્યું હતું કે જો કે માંગણી નહીં સંતોષાય તો મુકાદમ દ્વારા તેના પતિને ખોટી ચઢામણીથી કરવામાં આવે છે. તેની આવી હરકતને કારણે બે જેટલી મહિલાઓના સંસારમાં આગ લાગી છે.

 

 

 

Share This Article