સુરતમાં ઝાડ પડતા યુવકનું મોત

admin
1 Min Read

સુરતના અઠવાલાઇન્સમાં ન્યૂ કોર્ટ સામે આવેલા ઓલપાડી મહોલ્લામાં ઝાડ પડતા એક યુવકનું મોત નીપજ્યું હતું. વર્ષોથી આ વડનું ઝાડ એ જગ્યાએ ઊભું હતું. ત્યારે કોઈ અગમ્ય કારણોસર ઝાડ પડ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી. અને યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતકનું નામ ઇરોઝ રહેમાન ગુલામ મોહમદ ભોરનીયા જાણવા મળ્યું હતું.

મૃતકના મોટાભાઈએ જણાવ્યું હતું કે મરનાર ઇરોઝ રહેમાન ગુલામ મોહમદ ભોરનીયા ઉબેર નામની ફૂડ સપ્લાય કરતી કંપનીમાં કામ કરતો હતો. 15મી ઓગસ્ટના રોજ અડાજણ બ્રાન્ચ પરથી ઘોડદોડ રોડ નજીક ફૂડની ડિલિવરી આપવા જતો હતો. ત્યારે અચાનક લાલ બગલો નજીક એક ઝાડ ઇરોઝ પર તૂટી પડ્યું હતું. ત્યારબાદ તેને તાત્કાલિક 108ની મદદથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તેને ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. ઇરોઝ બે ભાઈ, પિતા તેમજ પત્ની અને એક બાળક સાથે રહેતો હતો. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે.

Share This Article