વીએચપીના દક્ષિણ ગુજરાતના પ્રાંત સંયોજક ગૌરક્ષા વિભાગના નરેન્દ્ર ચૌધરી પર ભેસ્તારન આવાસ ખાતે હુમલો થયો હતો. નરેન્દ્ર મહિન્દ્રાની કાળા કલરની સ્કોર્પિયોમાં જઈ રહ્યાં હતા એ દરમિયાન તેના પર હુમલો થયો હતો. કારનો આગળનો કાચ તોડી નાખવામાં આવ્યો હતો. નરેન્દ્ર ચૌધરી પર હુમલો થતાં તેમને હાથ-પીઠ અને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરતાં ડિંડોલી પોલીસમાં સમગ્ર ફરિયાદ કરવામાં આવી હતી.જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
નરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે. રવિવારની રાત્રે તેઓ ડીંડોલી ઓફીસથી ભેસ્તાન ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે ઘર નજીક એક બાઇક સવારે ઈશારો કરી કાર પાછળ કઈ થયું હોવાની જાણ કરી હતી જેને લઈ મેં કાર ઉભી રાખી કાર પાછળ જોવા જતા બાઇક સવારે લોખડની પટ્ટી વડે હુમલો કરી દીધો હતો. ત્યારબાદ પાછળ થી બીજા 3-4 હુમલાખોરો તેમની ઉપર તૂટી પડ્યા હતા. જેને લઈ તેઓ જીવ બચાવી ફાટક બાજુ ભાગી ગયા હતા. ત્યારબાદ હુમલાખોરો એ કારમાં તોડફોડ કરી ચાલી ગયા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં તેમણે પોલીસ જાણ કરી સ્વિમેર હોસ્પિટલમાં સારવાર લઈ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમની ઉપર થયેલા જીવલેણ હુમલા પાછળનું કોઈ કારણ નરેન્દ્ર ચૌધરી એ જણાવ્યું ન હતું.