ગ્રે કાપડની ડિલીવરી ચાર્જ વસૂલવાના નિર્ણયથી વિવર્સો નારાજ થયા છે. ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ એસો. દ્વારા મીટિંગ કરી ગ્રે કાપડમાં વજન પ્રમાણે ડિલિવરી ચાર્જ લેવાનો નિર્ણય કર્યો હતો. જેનો વિરોધ કરવા વેપારી સંગઠનોએ મીટિંગ બોલાવી ડિલિવરી ચાર્જ સાથે કાપડની ખરીદી નહીં કરવા પડકાર ફેંક્યો હતો. વેપારીઓએ કહ્યું કે, ‘નવા નિયમ માટે પહેલાં વીવર્સ-પ્રોસેસર્સ સાથે મીટિંગ કર્યા બાદ નવા પેમેન્ટધારાનો અમલ થશે’ આ અંગે સુરત મર્કન્ટાઈલ એસો.ના પ્રમુખ નરેન્દ્ર સાબુએ કહ્યું કે, વિવર્સના આ નિર્ણયને નહીં માનવાનો નિર્ણય કર્યો છે. વિવર્સ દ્વારા એક દિવસમાં મીટિંગ કરીને ડિલિવરી ચાર્જ વસૂલવા ફરમાન કર્યું તે ખોટું છે. જુની શરતમાં જ વેપાર કરાશે. ટ્રાન્સપોર્ટના ડિલિવરી ચાર્જમાં 10%નો વધારો થયો છે. એસો.ના પ્રમુખ યુવરાજ દેસલેએ કહ્યું કે, પેટ્રોલ ડિઝલની વધતી કિંમતના કારણે બોજ ટ્રાન્સપોર્ટને પડે છે. જેથી સુરત ટેક્સટાઈલ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશન તા.1 માર્ચથી સુરતની બહાર જતાં કાપડ પર ડિલિવરી ચાર્જ પેટે 10 ટકા વધારાનો નિર્ણય કરાયો છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
