સુરત : યોગી ગાર્ડનનું નામ બદલી પાટીદાર કરવામાં આવ્યું

admin
1 Min Read

સુરતમાં AAPના કોર્પોરેટરે ચૂંટાયા બાદ પાલિકામાં ઠરાવ પસાર કરાવ્યા વગર જ રાતો-રાત યોગી ગાર્ડનનું નામ બદલી પાટીદાર કરી નાખ્યું, મ.ન.પા કમિશનરે કહ્યું કે કોઈની મનમાની ન ચાલે નિયમ પ્રમાણે જ નામ બદલવું જોઈએ. મળતી વિગત અનુસાર સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી બાદ આમ આદમી પાર્ટીએ 27 બેઠકો જીતી છે. આમ આદમી પાર્ટીએ જીત મેળવતાં જ નવા ચૂંટાયેલા કાઉન્સિલરો ઉત્સાહમાં આવી ગયા હોવાનું સામે આવ્યું છે. યોગી ચોક વિસ્તારમાં આવેલા યોગી ગાર્ડનનું નામ ઘણા સમયથી પાટીદાર કરવાની લોકોની માંગ હતી.જો કે, વોર્ડ નંબર 17માં આપના કાઉન્સિલર ચૂંટાયા બાદ આપના કાર્યકરો અને લોકોએ સાથે મળીને રાત્રિના સમયે કાઉન્સિલરને બોલાવ્યા હતા

 

 

 

પરંતુ એ ન જઈ શકતા સહતમી આપતા લોકોએ નામ બદલી નાખ્યું હતું. બાદમાં કાઉન્સિલરે કહ્યું કે, અમે હવે પાલિકામાં રજૂઆત કરીને કમિશનર પાસેથી લોકોના હિતમાં સહમતિ લઈશું.નામ બદલી નાખવા અંગે પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું કે, પાલિકાના જનરલ બોર્ડમાં ઠરાવ પસાર કર્યા બાદ જ નામ બદલવું જોઈએ.લોકો કે કોઈની મન માની ન ચાલી શકે.જો કે વિવાદના પગલે પાલિકાના કર્મચારીઓએ પાટીદાર ગાર્ડનનું બોર્ડ ઉતારીને ફરીથી યોગી ગાર્ડનનું બોર્ડ લગાવી દીધું છે

Share This Article