સુશાંતસિંહને ન્યાય મળવાની જાગી આશા : સુપ્રીમ કોર્ટે તપાસ CBIને સોંપી

admin
2 Min Read

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે સીબીઆઈ તપાસ કરાવવાની માંગ ઉઠવા પામી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે સુશાંતસિંહ રાજપૂત કેસમાં બૂધવારે પોતાનો મહત્વનો ચુકાદો સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે, સુશાંતસિંહ રાજપૂત મોત કેસની તપાસ સીબીઆઈને જ સોંપવામાં આવશે.

(File Pic)

સુશાંત માટે સતત સીબીઆઈ તપાસની પણ માંગ કરવામાં આવી રહી હતી તેના ચાહકો અને પરિવારના સભ્યો પણ આતુરતાથી સુપ્રીમ કોર્ટના ચુકાદાના નિર્ણયની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે હવે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી તેમને દિવગંત અભિનેતાને ન્યાય મળવાની એક આશા જાગી છે.

આ મામલે સુપ્રીમમાં 35 પેજમાં ચુકાદો આપવામાં આવ્યો છે અને પટનામાં દાખલ એફઆઈઆરને સુપ્રીમ કોર્ટે યોગ્ય ગણાવી છે. સાથે જ કોર્ટે જણાવ્યું કે બિહાર સરકાર તપાસની ભલામણ કરવામાં સક્ષમ છે. કોર્ટે એ પણ માન્યું કે, મુંબઈ પોલીસે આ કેસમાં યોગ્ય તપાસ નથી કરી, તેમણે આ કેસમાં માત્ર ઈન્કવાયરી જ કરી છે. સુપ્રીમ કોર્ટે એ પણ જણાવ્યું કે, આગળ કોઈપણ એફઆઈઆર આ કેસમાં દાખલ થશે તેની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવશે. મહત્વનું છે કે, બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંતે 14 જૂને મુંબઇ સ્થિત એક ફ્લેટમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.

સુશાંતસિંહ મોત કેસમાં બોલીવુડ અભિનેત્રી અને સુશાંતસિંહની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીનું પણ નામ સામેલ છે. અભિનેત્રી રિયા ચક્રવર્તી વિરુદ્ધ સુશાંતસિંહના પિતાએ પટનામાં ફરિયાદ દાખલ કરાવી હતી. મોટી સંખ્યામાં સુશાંતના ચાહકો સહિત રાજકિય નેતાઓ તેમજ ઘણા બોલીવુડ સેલિબ્રિટી સુશાંતની હત્યા થઇ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. ત્યાર બાદ આ કેસની સીબીઆઈ તપાસની માંગ થવા લાગી હતી. ત્યારે આખરે આ મામલે સુપ્રીમનો પણ ચુકાદો આવી ગયો છે અને કોર્ટે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાનો નિર્ણય કર્યો છે.

Share This Article