આતંકી હુમલાની આશંકા!

admin
1 Min Read

આગામી તહેવારોમાં રાજયમાં આંતકી હુમલાની દહેશતની આશંકાઓને પગલે રાજય પોલીસ વડા દ્વારા ચેક પોસ્ટો ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સઘન ચેકીંગ હાથ ધરવાના આદેશો અપાયા છે. ત્યારે દાહોદ જિલ્લામાં આવેલી મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતી ખંગેલા સરહદ પર લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બુલેટપ્રૂફ જેકેટ સાથે હથિયારધારી એસ.આર.પી તેમજ પોલીસના 50 ઉપરાંત જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે.
સાથે જ મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતાં તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તેમજ સરહદી વિસ્તારમાં સી.સી.ટીવી લગાવવાની પણ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે જેથી તમામ ગતિવિધિઓ ઉપર ચાંપતી નજર રાખવામા આવી શકે.
ત્યારે દાહોદ શહેરના બસ સ્ટેશન વિસ્તારમાં પણ બસોથી માંડીને બસમાં મુસાફરી કરતા મુસાફરો તેમજ મુસાફરોના સામાનની પણ શહેર પોલીસ દ્વારા સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
ઉપરાંત દાહોદ રેલ્વે સ્ટેશન ઉપર પણ આર.પી.એફ તથા જી.આર.પી પોલીસના જવાનો દ્રારા સંયુક્ત ઉપક્રમે તમામ ટ્રેનો, પ્લેટફોર્મ તેમજ મુસાફરોના સામાનની તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આઈ.બી.ના એલર્ટ પછી ગુજરાતના ડી.જી.એ પોલીસ વિભાગને ગુજરાતમાં પ્રવેશતી તમામ બોર્ડરો સીલ કરી સધન ચેકિંગ હાથ ધરવા માટેના આદેશો આપ્યા છે.

Share This Article