તબ્બુની ફિલ્મ ચાંદની બારે પુરા કર્યા 18 વર્ષ

admin
1 Min Read

બોલીવુડની ટેલેન્ટેડ અને સુંદર એકટ્રેસીસમાંની એક તબ્બુએ તેના શાનદાર અભિનયના આધારે ઇન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવી છે. તેણે ઘણી લોકપ્રિય ફિલ્મોમાં કામ કર્યું છે. તેમાંની એક ફિલ્મ હતી ચાંદની બાર. તબ્બુની આ ફિલ્મ ચાંદની બારએ રિલીઝના 18 વર્ષ પૂરા કર્યા છે. ફિલ્મના 18 વર્ષ પૂરા થતા તબ્બુએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી સૌને આ જણાવ્યું હતું. તબ્બુએ પોસ્ટમાં ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે. તબ્બુના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરેલી આ પોસ્ટ પર ઘણા બી-ટાઉન સેલેબ્સ કમેન્ટ કરી રહ્યા છે. જેમકે જેકી શ્રોફે અને સોનાલી બેન્દ્રે.. જયારે કૃણાલ ખેમુએ આ ફિલ્મને તેની ફેવરેટ ફિલ્મ જણાવી હતી. તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘ચાંદની બાર’ ડિરેક્ટર મધુર ભંડારકરની ક્રાઇમ ડ્રામા ફિલ્મ હતી. તેમાં અતુલ કુલકર્ણી મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મને લોકોએ ખૂબ પસંદ કરી હતી. ફિલ્મ ચાંદની બારે ચાર રાષ્ટ્રીય એવોર્ડ પણ જીત્યા હતા.

Share This Article