શહેરા બેઠક પર ‘આપ’ના ઉમેદવાર તખતસિંહ સોલંકીએ ઉમેદવારી ફોર્મ ભર્યુ

admin
1 Min Read

પંચમહાલ જિલ્લાની શહેરા વિધાનસભા બેઠક માટે આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તખતસિંહ સોલંકી દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યુ હતું. તાલુકા સેવાસદન ખાતે ચૂંટણી અધિકારીને ઉમેદવારી ફોર્મ સુપરત કર્યુ હતું. જેમા ઉમેદવાર સમર્થકો તેમજ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી કાર્યકરો ઉમટી પડ્યા હતા.

ગુજરાતમા વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે,શહેરા તાલુકામાં પણ ચૂંટણીને લઈ રાજકીય માહોલ જોવા મળ્યો હતો જેમા ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની કામગીરી શરુ કરી દેવામા આવી રહી છે જેમા શહેરા વિધાનસભા બેઠક માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તખતસિંહ રવેસિંહ સોલંકી દ્વારા ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ.શહેરા સેવાસદન ખાતે ચૂંટણી અધિકારીને પોતાનુ ફોર્મ સુપરત કર્યુ હતુ.ઉમેદવારી ફોર્મ ભરવા માટે સેવા સદન ખાતે સમર્થકો ની સાથે આવી પહોંચ્યા હતા

પંચમહાલ જીલ્લામા ચૂંટણીનો માહોલ જામ્યો છે. શહેરા વિધાનસભા મતવિસ્તાર માટે પણ યોજાનારી ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે.જ્યારે આમ આદમી પાર્ટીએ તખતસિંહ સોલંકીને મેન્ડેટ આપવામા આવ્યુ છે. આપ આદમી પાર્ટીના ઉમેદવાર તખતસિંહ સોલંકી એ તેમના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ.
અને સેવા સદન ખાતે ચૂંટણી અધિકારીને સુપ્રત કર્યું હતું

Share This Article