પાસ વગરનાં વેપારીઓ સામે તંત્રએ કરી લાલ આંખ

admin
1 Min Read

હાલોલમાં બીજા તબક્કાના લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરવામાં આવ્યો હતો. મહત્વનુ છે કે, હાલોલમાં બીજા તબક્કાના લોકડાઉનને સફળ બનાવવા વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા ચુસ્તપણે અમલ થાય તેના માટે કમર કસી છે.

ત્યારે જ્યારે કેટલાક વગર પાસના વેપારીઓ અને કરીયાનાની દુકાનો સામે તંત્રએ લાલ આંખ કરી છે. ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને દેશમાં રોજેરોજ કોરોનાના કેસો વધી રહ્યા છે.  ત્યારે લોકડાઉન પાર્ટ 2નો ચુસ્તપણે અમલ કરાવવા માટે વહીવટી તંત્ર અને પોલીસ સજાગ થયું હતું અને કેટલાક નાગરિકો માસ્ક પહેર્યા વિના ફરતા જોવા મળ્યાં હતાં.  

 

જોકે  6  જેટલા બાઇક ચાલકોએ માસ્ક પહેર્યા વિના રંગે હાથે ઝડપાઇ ગયા હતા.  જયારે કેટલાક વહેપારીઓની પાસ વિના દુકાનો ખુલ્લી જોવા મળતા તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવી હતી.  જયારે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી કે સોશિયલ ડિસ્ટનસ પણ જાળવે તેમ જણાવ્યું હતું.

Share This Article