પીએમ મોદીના કેવડિયા પ્રવાસને લઈ મગરોને પકડી રહ્યું છે તંત્ર? જાણો કારણ…

admin
2 Min Read

ગુજરાતમાં સી પ્લેન સેવાનો 31મી ઓક્ટોબરથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. સરદાર પટેલની જન્મજયંતિ રાષ્ટ્રીય એક્તા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કેડવિડયા ખાતેની મુલાકાત દરમિયાન આ સેવાનો પ્રારંભ કરાવામાં આવશે. ત્યારે પીએમ મોદીની સી-પ્લેન મારફતેની આ કેવડિયાની મુલાકાતને ધ્યાનમાં રાખી વહિવટી તંત્ર હવે મગરમુક્ત અભિયાનમાં લાગી ગયુ છે.

મળતી માહિતી મુજબ, પીએમ મોદી સી પ્લેન મારફતે કેવડિયા આવી રહ્યા છે જેને ધ્યાનમાં રાખી તળાવમાંથી મગરો પકડીને તેમને અન્ય સ્થળે ખસેડાઈ રહ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ, વહિવટી તંત્ર દ્વારા અત્યાર સુધી 100થી વધુ મગરો પકડીને સરદાર સરોવરમાં છોડાયા છે. ઓક્ટોબર માસથી ગુજરાતમાં બે સી પ્લેન રૂટ શરૂ થશે.

અમદાવાદની સાબરમતી નદીથી કેવડિયા અને પાલિતાણાના શેત્રુંજય ડેમ સુધી એમ કુલ બે રૂટ શરૂ કરવામાં આવશે. કાર્યક્રમના ભાગરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સી પ્લેન દ્વારા પ્રધાનમંત્રી અમદાવાદ રિવરફ્રન્ટ આવી શકે છે.

વિદેશોમાં સી પ્લેનનું ચલણ ખૂબ જ છે અને ટુરીઝમના ભાગરુપે તેનો ઉપયોગ થાય છે. ત્યારે ભારતમાં પણ સી પ્લેનનો ઉપયોગ થાય તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિર્દેશ કર્યા હતા. જેના ભાગ રૂપે આ પ્રોજેક્ટ માટે દેશભરમાં 16 રૂટ પસંદ કરવામાં આવ્યા છે.

આ 16 રૂટમાંથી ગુજરાતના 2 સ્થળને પસંદ કરવામાં આવ્યા છે. કેવડિયા 19 સીટર સી-પ્લેન સેવા માટે રોજની ચાર ફ્લાઇટ જશે. જેમાં એક ટિકિટનું ભાડું 4800 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડીયા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના રૂટનો પણ સમાવેશ થાય છે. આ રૂટ માટે ગત જુલાઇ મહિનામાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ગુજરાત સરકાર વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા હતા.આપને જણાવી દઈએ કે, સી પ્લેન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019નાં અંતિમ મહિનામાં ગુજરાતમાં મુસાફરી કરી હતી અને અંબાજી મંદિર ગયા હતા. હવે દેશમાં પણ સી પ્લેન ટુરિઝમ માટે મહત્વનું પગલુ સાબિત થશે.

Share This Article