તાંત્રિક વિધિ કરેલું ઘુવડ કબજે લેવાયું

admin
1 Min Read

 

સાવલી તાલુકાના ડુંગરીપુરા ગામે તાંત્રીક વિધિ કરેલા ઘુવડ સાથે એક વૃધ્ધ સહિત ત્રણ વ્યક્તિઓને વનવિભાગની ટીમે ટ્રેપ ગોઠવીને ઝડપી લીધા છે. દિવાળી પહેલાથી આરોપીઓ તાંત્રીક વિધી કરેલું ઘુવડ ‘લાખો-કરોડો રૂપીયાનો વરસાદ કરાવશે’ તેમ જણાવી વેચવા માટે ફરતા હતા. સાવલી રેંજના વનવિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સાવલી તાલુકાના ડુંગરીપુરા ગામે તાંત્રીક વિધી કરેલા ઘુવડનું વેચાણ કરવા માટે કેટલાક વ્યક્તિઓ ફરી રહ્યાં હોવાનું ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થાને માહીતી મળી હતી. જેથી સંસ્થા દ્વારા આ વ્યક્તિઓને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી હતી. દિવાળીના તહેવાર સમયે સાવલી તાલુકાના ડુંગરીપુરા ગામના વ્યક્તિઓ મંજુસર ગામના સ્મશાનમાં તાંત્રીક વિધી કરવાના હોવાની જાણ થતા સંસ્થાના માણસો સ્મશાનમાં પહોચતા માણસો મળ્યાં ન હતાં. દિવાળી બાદથી જ સંસ્થાના કાર્યકર્તાઓ ઘુવડ સાથે ફરતા વ્યક્તિઓને શોધખોળ ચાલુ રાખી હતી. આ દરમિયાન આ વ્યક્તિઓનો સંપર્ક સંસ્થા સાથે થયો હતો. અને તાંત્રીક વિધિ કરેલા ઘુવડનો રૂ.4 લાખમાં સોદો નક્કી થયો હતો.

Share This Article