જ્ઞાન સહાયક ભરતીના વિરોધમાં ટેટ-ટાટના પ્રતિનિધિ મંડળે કોંગ્રેસને આપ્યું આવેદન પત્ર

Jignesh Bhai
1 Min Read

ટેટ ટાટ ઉમેદવારો, તલાટી ભરતી ના ઉમેદવારો, એલઆરડીના અન્યાય પામેલા ઉમેદવારો, કોન્ટ્રાક્ટ પદ્ધતિથી હેરાન થનાર નોકરીયાતો અને ફિક્સ પગાર દ્વારા શોષિત યુવાઓ દરેક સાથે મળીને સરકાર સામે હક અને અધિકારની લડત લડશે.

આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે ગુજરાત કોંગ્રેસ વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી અમિત ચાવડા, પૂર્વ ધારાસભ્ય શ્રી ઋત્વિજ મકવાણા તથા પ્રદેશ પ્રવક્તા શ્રી હેમાંગ રાવલને ટેટ ટાટના ઉમેદવારોના પ્રતિનિધિ મંડળે મુલાકાત કરી ગુજરાત સરકારના જ્ઞાન સહાયક ભરતીના વિરોધ બાબતે રજૂઆત કરી તથા એલ.આર.ડી ભરતીમાં અન્યાય થયેલ ઉમેદવારોએના પ્રતિનિધિ મંડળે સરકારે 20 ટકા વેઇટિંગ લિસ્ટને મંજૂરી આપ્યા પછી પણ ભરતી નથી કરી તે બાબતે આવેદનપત્ર આપીને ભાજપ સરકાર ગુજરાતના બેરોજગાર યુવાનોના ભવિષ્યને અંધકારમય બનાવી રહી છે અને આવનારા દિવસોમાં ટેટ ટાટ ઉમેદવારો, તલાટી ભરતી ના ઉમેદવારો, એલઆરડીના અન્યાય થયેલા ઉમેદવારો,કોન્ટ્રાક્ટ પદ્ધતિથી હેરાન થનાર નોકરીયાતો અને ફિક્સ પગાર દ્વારા શોષિત યુવાઓ દરેક સાથે મળીને સરકાર સામે હક અને અધિકારની લડત લડશે..

Share This Article