કલમ 370 દૂર કર્યા બાદથી કાશ્મીરમાં આતંકી ઘટનામાં થયો ઘટાડો

admin
2 Min Read

જમ્મૂ કાશ્મીરથી કલમ 370 દૂર કરવાનો ઐતિહાસિક નિર્ણયને 5 ઓગસ્ટના રોજ એક વર્ષ થઇ જશે. આ એક વર્ષમાં કાશ્મીરમાં કલમ 370 દૂર કરવાની અસર જોવા મળવા લાગી છે. કાશ્મીરમાં પહેલાંથી સ્થિત સારી થઇ છે. 5 ઓગસ્ટ 2019 બાદથી ઘાટીમાં હિંસાનો ઘટાડો આવ્યો છે. આતંકવાદ વિરૂદ્દહ મોટી સફળતા મળી છે. ગૃહ મંત્રાલયની રિપોર્ટના અનુસાર 370 દૂર થયા બાદ આતંકી ઘટનાઓમાં લગભગ 36%નો ઘટાડો આવ્યો છે. ગત વર્ષે (જાન્યુઆરીથી 15 જુલાઇ સુધી) ઘાટીમાં કુલ 188 આતંકવાદી સાથે જોડાયેલી ઘટનાઓ થઇ હતી.

(File Pic)

તો બીજી તરફ આ વર્ષના સમયગાળામાં 120 આતંકવાદી ઘટનાઓ થઇ હતી. આ સમયગાળામાં 2019માં 126 આતંકવાદી મોતને ભેટ્યા હતા, જ્યારે આ વર્ષના સમયગાળામાં 136 આતંકવાદીઓનો ખાતમો થયો. ગત વર્ષે ઘાટીમાં 51 ગ્રેનેડ હુમલા થયા તો બીજી તરફ 15 જુલાઇ સુધી ગ્રેનેડ હુમલા થયા હતા. આ વર્ષે અત્યાર સુધી હિજબુલ મુજાહિદ્દીનના 50, લશ્કરના 20 અને ISJK અને અનસાર ગજવત ઉલ હિન્દના 14 આતંકી ઠાર મરાયા છે.જેમાં હિજબુલ કમાન્ડર રિયાજ નાયકૂ, લશ્કર કમાન્ડર હૈદર, જૈશ કમાન્ડર કારી યાસિર અને અંસરનો બુરહાન કોકા સામેલ છે.

(File Pic)

ગૃહ મંત્રાલયનો દાવો છે કે આ વર્ષે સ્થાનિક સ્તરે આતંકી સંગઠનોમાં સામેલ થનારા યુવાનોની સંખ્યામાં 40 ટકાનો ઘટાડો થયો છે. 2019ના પહેલા 6 મહિનાની તુલનામાં આ વર્ષે 67 યુવાન આતંકી બન્યા છે. જેમાંથી મોટાભાગના અનટ્રેઈન્ડ છે, જેમનું બ્રેઈન વોશ કરાયું છે. એટલા માટે આ લોકો 30 દિવસ કરતા વધુ સમય ટકી નહી શકે.

Share This Article