પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આત્મઘાતી આતંકવાદી હુમલો થયો છે. આ હુમલામાં 4 લોકોના મોત થયા છે અને 28 લોકો ઘાયલ થયા છે. આ હુમલો આત્મઘાતી હુમલાખોરોએ પોલીસ સ્ટેશનને નિશાન બનાવીને કર્યો હતો. હાલમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. એપીના અહેવાલ મુજબ, આ હુમલો ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં થયો હતો, જે અફઘાનિસ્તાન સાથે સરહદ ધરાવે છે. પાકિસ્તાનમાં કાર્યરત આતંકી સંગઠન તહરીક-એ-જેહાદ પાકિસ્તાને આ આતંકી હુમલાની જવાબદારી લીધી છે.
આ હુમલો ત્યારે થયો જ્યારે વિસ્ફોટકોથી ભરેલું એક વાહન પોલીસ સ્ટેશનના ગેટ સાથે અથડાયું. આ પછી કેટલાક આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું અને એન્કાઉન્ટર શરૂ થયું. આ હુમલામાં 4 લોકોના મોત થયા છે અને 28 લોકો ઘાયલ થયા છે. માનવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંક વધી શકે છે. આ વર્ષે જાન્યુઆરીમાં પેશાવરની એક મસ્જિદ પર મોટો આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં 101 લોકો માર્યા ગયા હતા. છેલ્લા કેટલાક મહિનામાં પાકિસ્તાનમાં પોલીસ સ્ટેશનો અને સેનાને નિશાન બનાવીને આતંકવાદી હુમલાના કેસમાં વધારો થયો છે.