68 વર્ષીય દાદીએ કર્યું જબરદસ્ત ટ્રેકિંગ, વિડિયો જોઈ તમે પણ રહી જશો દંગ

admin
1 Min Read

હાલ સોશિયલ મીડિયામાં એક 68 વર્ષીય દાદીનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં 68 વર્ષીય આશા અમાડે નામના વૃદ્ધા ટ્રેક કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો મહારાષ્ટ્રના નાસિકનો હોવાનું જાણવા મળ્યું છે. કસારાથી 60 કિમી દૂર એક ખૂબ જ સુંદર પર્વત છે, જેની ટોચ પર એક કિલ્લો છે.

આ કિલ્લો હર્ષગઢ તરીકે ઓળખાય છે. આ કિલ્લા ઉપર ચાલવું સરળ કાર્ય નથી. કારણ કે તેનું ચઢાણ ઘણી જગ્યાએ 90 ડિગ્રી છે. જોકે, આ કિલ્લા પર ચઢવા માટે એક 68 વર્ષીય દાદીમાંએ ટ્રેકીંગ કર્યું હોવાનો વિડિયો વાયરલ થયો છે. વિડિયોમાં જોઈ શકાય છે કે 68 વર્ષીય આશા અમાડે નામના વૃદ્ધા ટ્રેક કરી રહ્યા છે.

https://twitter.com/atulkadam1997/status/1314521785224761344?s=20

કિલ્લા પર પહેલાથી જ પહોંચી ગયેલા લોકોએ આ દ્રશ્યો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી વાયરલ કર્યા હતા. જેમ જેમ આ દાદી ટ્રેક પૂર્ણ કરે છે. તેમ લોકો તાળીનાઓના ગડગડાટથી ખુશી વ્યક્ત કરે છે. લોકોએ આ 68 વર્ષીય દાદી આશાજીની બહાદુરીને સલામી પણ આપી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.

Share This Article