અભિનેતાને ફિલ્મ નિર્માણના બધા પાસા વિશે નિપુણતા હોવી જોઈએ : જેય ગજેરા

admin
2 Min Read

અભિનેતા જેય ગજેરાએ બોલીવુડનો એક જાણીતો ચહેરો બની ચુક્યો છે. જિંદગી અને ઝરીયા જેવી સુપરહિટ રીલીઝમાં બોલ્ડ સીન્સથી તે ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા.

તાજેતરમાં જ અમારી ન્યુઝવેબ પોર્ટલ TheSquirrel.in  સાથેની એક વિશિષ્ટ વાતચીતમાં અભિનેતા જેય ગજેરાએ ખુલાસો કર્યો હતો કે તેણે કોરોના મહામારીના સમયમાં લોકડાઉનના દિવસોમાં શું કર્યું.. જેય ગજેરા છેલ્લે ‘જિંદગી’માં જોવા મળ્યા હતા. ત્યારે લોકડાઉનના સમયગાળા અંગે વાત કરતા તેમણે જણાવ્યુ હતું કે, આ લોકડાઉનમાં તેમણે ફિટ રહેવા માટે વર્કઆઉટ પર ખાસ ધ્યાન આપ્યું.

સાથે જ અભિનય કુશળતા સુધારવા પર પણ ખાસ ભાર આપ્યો હતો. અભિનય વિશે અમારી ન્યુઝ વેબ પોર્ટર સાથે વાત કરતા અભિનેતાએ કહ્યું કે, “અભિનય કાલ્પનિક સંજોગોમાં સચ્ચાઈથી વર્તે છે.”

તેમણે વધુમાં ઉમેર્યું કે “હું ક્યારેય કોઈ તાલીમ માટે ગયો ન હતો, પણ મારું માનવું છે કે એક સારી પ્રેક્ટિસ કરનાર અભિનેતા હંમેશા આગળ રહે છે. હાલમાં, હું સ્ક્રીનplay, લેખન અને અભિનય વિષયના પુસ્તકો વાંચું છું. તેમણે જણાવ્યું કે, એક અભિનેતાને ફિલ્મ નિર્માણના તમામ પાસાઓ વિશે જાણવું જોઈએ.

મહત્વનું છે કે, હાલ જેય પાસે ઘણા પ્રોજેક્ટ્સ છે જેમ કે પલ દો પલ, બેટી – પુત્રી, જેમાં તે અભિનેતા ધર્મેશ વ્યાસ અને પદ્મેશ પંડિત સાથે સ્ક્રીન શેર કરશે. જે ચાલુ વર્ષે સિનેમાઘરમાં રીલીઝ થશે. આ ઉપરાંત તે એક્તા કપૂરની વેબ સીરીઝમાં પણ જોવા મળશે.

Share This Article