ચીન અને પાકિસ્તાન બન્નેની સાથે ટૂ-ફ્રંટ વોર માટે તૈયાર છે વાયુ સેના

admin
1 Min Read

એલએસી પર ચાલી રહેલ તણાવ વચ્ચે ભારતીય વાયુ સેના પ્રમુખ આરકેએસ ભદોરીયાએ જાહેરાત કરી છે કે જો ચીન સાથે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઉભી થશે તો ભારતીય વાયુસેના તેના પર ભારે પડી શકે છે. ભારતીય વાયુસેના ના માત્ર ચીન પરંતુ ચીન અને પાકિસ્તાન બન્નેની સાથે ટૂ-ફ્રંટ વોર માટે પણ તૈયાર છે.

ચીન સાથે વધી રહેલા સરહદી સંઘર્ષ મુદ્દે એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાએ જણાવ્યુ કે, ભારતીય હવાઇ દળ કોઇપણ પ્રકારના પડકારોનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે અને સુરક્ષા મુદ્દાને ધ્યાનમાં રાખતા તમામ પ્રાંસગિક ક્ષેત્રોમાં મજબૂત તૈનાતી કરવામાં આવી છે.

એર ચીફ માર્શલે જણાવ્યુ કે ભારત અને ચીન પૂર્વ લદાખમાં પાંચ મહિનાના લાંબા અંતરાળથી સંઘર્ષનો સામનો કરી રહ્યા છે, જેના લીધે સંબંધો પ્રભાવિત થયા છે, પરંતુ ભારતીય વાયુ સેના તમામ પ્રકારની સ્થિતિ માટે તૈયાર છે. એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાએ કહ્યુ કે ભારતીય હવાઇ દળ ચીનને લઇને કોઇપણ પડકારનો સામનો કરવા માટે તૈયાર છે. સ્થિતિને જોતાં અમે પણ ક્ષમતામાં ઉમેરો કર્યો છે અને રાફેલ આવવાથી અમારી તાકાતમાં નોંધપાત્ર વધારો થયો છે. તેમણે જણાવ્યુ કે કોવિડની ગંભીર સ્થિતિ વચ્ચે પણ અમે એરક્રાફ્ટને ઓપરેશનલ રાખ્યા છે. જેથી સરહદ પર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળાય.

Share This Article