ગુજરાતના આ શહેરનું એરપોર્ટ બનશે સાઇલન્ટ એરપોર્ટ, SMSથી અપાશે તમામ માહિતી

admin
1 Min Read

દેશના મેટ્રો સિટીના એરપોર્ટ પર અમલી સાઇલન્ટ એરપોર્ટ મુજબની કાર્યશૈલી હવે ગુજરાતના સુરત એરપોર્ટ પર પણ કાર્યરત થવા જઈ રહી છે. સુરત એરપોર્ટ પર હવે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મળતી સુવિધાઓ મળતી થશે.

15મી જાન્યુઆરીથી સુરત એરપોર્ટને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સાઇલન્ટ એરપોર્ટનો દરજ્જો અપાશે. વારંવાર એનાઉન્સમેન્ટને લીધે ધ્વનિ-પ્રદૂષણ અને મુસાફરોને થતી સમસ્યા સદંતર બંધ થશે. સાઇલન્સ એરપોર્ટની જેમ જ હવે સુરત એરપોર્ટ દ્વારા પણ મુસાફરોને ફ્લાઇટ ઊડવાના 4 કલાક પહેલાં મેસેજ કરીને ફ્લાઇટ સંબંધિત પળેપળની માહિતી અપાશે.

તાજેતરમાં જ સુરત એરપોર્ટ ઓથોરિટી તથા એરલાઇન્સ કંપનીના અધિકારીઓ વચ્ચે આ અંગે બેઠક મળી હતી. જે બેઠકમાં સુરત એરપોર્ટને સાઇલન્ટ એરપોર્ટ તરીકે કાર્યરત કરવાનું નક્કી કરવામાં આવ્યુ હતું. મહત્વનું છે કે, હાલ દેશના મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ જેવા એરપોર્ટ પર સાઇલન્ટ એરપોર્ટ તરીકેની પોલીસી અમલી છે. જ્યાં તાકીદની વિગતો જ એનાઉન્સ કરવામાં આવે છે. જ્યારે અન્ય પ્રાથમિક વિગતો એસએમએસ દ્વારા જ મોકલવામાં આવે છે.

Share This Article