ગુજરાત રાજ્યના પોલીસ કર્મચારીઓને રાજ્ય સરકાર તરફથી મળતા પોલીસ ગ્રેડ પે માં થઈ રહેલા અન્યાયને પગલે સમગ્ર ગુજરાતમાં પોલીસ કર્મચારીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. જેમાં પોલીસ કર્મીઓ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની માગણી સ્વીકારવા અનુરોધ કરાતા સરકાર દ્વારા સોશિયલ મીડિયા પર વિરોધ કરવાને લઈ પ્રતિબંધ ફરમાવતા પોલીસના સમર્થનમાં ગુજરાતની જનતા રોડ પર ઉતરી આવી છે. ત્યારે અમરેલીના ધારીમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ આંદોલનને સમર્થન આપવામાં આવ્યું છે.
રાજ્ય ના પોલીસ કર્મચારી રાત દિવસ ફરજ નિભાવી લોકો ની રક્ષા કરી રહયા છે પણ આ મોંઘવારી મા ઓછા પગાર થઈ પૂરું ન થતા સરકાર સામે જંગ છેડતા ધારી પંથક મા લોકો નું પણ પૂરું સમર્થન મળી રહ્યું છે. અને આમ આદમી કાર્યકરતા દ્વારા મામલતદાર ને આવેદનપત્ર પાઠવવા મા આવ્યું છે જેમાં પોલીસ દ્વારા અનેક મુદ્દાઓને લઈને આંદોલન શરૂ કરવામાં આવ્યું તેના સમર્થનમાં ધારી તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ જીતુભાઈ ગજેરા તેમજ રાજુભાઈ સહિતના લોકો દ્વારા ધારી મામલતદાર કચેરી ખાતે આજરોજ સમર્થનમાં આવેદનપત્ર આપીને સમર્થન આપવામાં આવ્યુ ખેડૂત વિનુભાઈ સાવલિયા સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
