અમરેલી જિલ્લાના વાતાવરણમા આવ્યો પલટો

admin
1 Min Read

મહા વાવાઝોડાનો ખતરો સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારા તરફ આગળ વધી રહ્યોં છે ત્યારે અમરેલી જીલ્લાનું તંત્ર પણ સજ્જ થઇ ગયું છે. અમરેલી જીલ્લા કલેકટર આયુષ ઓક એ ખાસ વાત કરતા જણાવ્યું કે જીલ્લાના દરિયાઈ વિસ્તારમાં આવતા ગામના સરપંચો અને તલાટી મંત્રીઓને એલર્ટ કરી દેવાયા છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પણ સુરક્ષિત જગ્યાએ ખસી જવા માટે સૂચનાઓ આપી દેવાઈ છે. હાલ માછીમારોની તમામ બોટ કિનારા પર લાંગરી દેવામાં આવી છે. આમ છતાં પણ મરીન પોલીસ અને કોસ્ટ ગાર્ડ દ્વારા સતત પેટ્રો લિંગ પણ ચાલુ છે. ત્યારે અમરેલીના કુકવાવ ખાતે વરસાદ પાડવાનો શરૂ થયો છે. કુંકાવાવ ગ્રામ્ય પંથકના ગ્રામીણ વિસ્તારમાં વરસાદી ઝાપટા શરૂ થઇ ગયા છે. વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં એક તરફ કમોસમી વરસાદનાં કારણે ખેડૂતોનાં ઉભા પાકને ઘણું નુકસાન થયું છે. તેમનાં વળતર માટે વીમાં કંપનીઓ દ્વારા નુકસાનનો સર્વે કરવામાં આવી રહ્યો છે. ત્યારે વીમા એજન્ટનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તે એવું કંઈક કરી રહ્યો છે કે કૃષિમંત્રીએ તેની સામે પગલા ભરાવાની બાંહેધરી આપી છે.

 

Share This Article