લોકડાઉનમાં ગુજરાત સરકારે લીધો મોટો નિર્યણ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં પાનના ગલ્લા થશે શરૂ

admin
1 Min Read

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીના હાહાકાર વચ્ચે લોકડાઉન 4.0 લાગુ કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં પાનના ગલ્લા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન વચ્ચે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં કેટલાંક નિયમોને આધીન પાન પાર્લર શરૂ કરી શકાશે.

ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં તમાકુનું પ્રોડેકટનું વેચાણ કરી શકાશે. રાજ્યમાં લોકડાઉન 4.0 હેઠળ સરકારનો મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં પાન પાર્લર શરૂ કરી શકાશે.

જેમાં જાહેરમાં તમાકુંનું સેવન કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. દેશભરમાં આજથી  કેટલીક છૂટછાટો સાથે 31 મે સુધી 14 દિવસ માટે લોકડાઉન 4 લાગુ થયું. આ સાથે લોકડાઉન-4 માં રાજ્યોને વધુ અધિકારો અપાયાં છે.

જેમાં રાજય સરકાર દ્વારા ઈન્ટર સ્ટેટ બસના સંચાલન પર લઈ નિર્ણય શકાશે. લોકડાઉનનું પાલન કરાવાની જવાબદારી રાજ્યોને અપાઈ છે. લોકડાઉન -4માં સિનેમા હોલ,શોપિંગ મોલ, જીમ, સ્વિમિંગ પુલ બંધ રહેશે.

Share This Article