રાજકોટ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વસતા સમસ્ત સિંધિ સમાજ દ્વારા ગુરુનાનકની 550મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ જન્મજયંતિ ઉજવણી પ્રસંગે સમસ્ત સિંધી સમાજ દ્વારા શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું. જેતપુરના લાદીરોડ પર આવેલ ગુરુદ્વારાથી ગુરુ નાનકની શોભાયાત્રા નીકળી હતી જે જેતપુર શહેરના વિવિધ વિસ્તારોમાં થઈ ગુરુદ્વારા પહોંચી હતી. આ શોભાયાત્રામાં સમસ્ત સિંધિ સમાજ મોટી સંખ્યામાં ઉમટી પડ્યો હતો. ગુરુનાનકનો જન્મદિવસ હોવાથી ગુરુદ્વારામાં ભજન-કિર્તન, તેમજ ગુરુવાણી અને ત્યારબાદ ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું. ગુરુનાનક જન્મજયંતિમાં સિંધિ સમાજે ભારે હર્ષોલ્લાસ સાથે ભાગ લીધો હતો. શોભાયાત્રા દરમિયાન ઠેર ઠેર યુવા ગ્રુપ દ્વારા પાણી તેમજ સરબત વિતરણ કરવામાં આવ્યુ હતું.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -