કુતરીએ પૂરના પ્રવાહમાં ફસાયેલ પોતાના બચ્ચાને બચાવ્યું

admin
1 Min Read

માતાને તેના બાળક માટેનો પ્રેમ ખરેખર અનેરો હોય છે અને માતા તેના બાળકની રક્ષા માટે કંઈપણ કરી શકે છે. માતાનો પ્રેમ માત્ર મનુષ્યોમાં જ નહીં પણ પશુ-પ્રાણીઓ અને પંખીઓમાં પણ જોવા મળતો હોય છે અને તેની સાક્ષી પૂરતા ઘણા વિડિયો પણ વાયરલ થયા છે. ત્યારે હાલમાં જ કર્ણાટકના બીજાપુર જિલ્લાના વિજયપુરા વિસ્તારનો એક વિડિયો વાયરલ થયો છે.

જેમાં એક કુતરીએ તેના બચ્ચાને કઈ રીતે પૂરના પાણીમાંથી બચાવ્યુ તેનો રેસ્ક્યુ વિડિયો વાયરલ થયો છે. બીજાપુર જિલ્લાના વિજયપુરા વિસ્તારમાં ભારે વરસાદના કારણે કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર ઢીંચણસમા પાણી ભરી વળ્યા હતા. જેમાં એક કુતરીએ તેના નવજાત બચ્ચાને બચાવવા માટે મહેનત કરી. પાણીના પ્રવાહમાં ફસાયેલા તેના બચ્ચાને બચાવવા માટે કુતરીએ કોઈ રસ્તો ના મળતા આખરે તેને પોતાના મોંઢામાં પકડીને સુરક્ષિત જગ્યાએ લઈ જાય છે. જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને એક માતા તેના બાળકને બચાવવા માટે શું કરી શકે છે તે વાતની સાક્ષી પુરે છે.

Share This Article