ભાજપ શાસિત આ રાજ્યએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો મોટો ઘટાડો

admin
1 Min Read

એક બાજુ જ્યાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે ત્યારે ચૂંટણીને ધ્યાનમાં રાખતા આસામ સરકારે મોટો નિર્ણય કર્યો છે.

આસામની સર્બનંદ સોનેવાલે સરકારે રાજ્યમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં પાંચ રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ આસામમાં દારૂ પર 25% ડ્યૂટી ઘટાડવામાં આવી છે. નવા દર અને ટેક્સ આજે મધ્યરાત્રિથી લાગુ થઈ જશે.

આસામના નાણા મંત્રી હેમંતા વિશ્વાસર્માએ વિધાનસભામાં નવા દરની જાહેરાત કરી છે. આપને જણાવી દઈએ કે, આસામમાં માર્ચ-એપ્રિલમાં ચૂંટણી થવાની છે. સર્બાનંદ સોનેવાલના નેતૃત્વવાળી ભાજપ સરકાર સત્તાની ખુરશી પોતાની પાસે રાખવા માગે છે. ત્યારે સરકારે આ મહત્વનો નિર્ણય લીધો હોવાનુ માનવામાં આવી રહ્યુ છે.

મહત્વનું છે કે, વિતેલા વર્ષે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલમાં રેકોર્ડ ઘટાડો થવાં છતા આસામ સરાકેર કોરોના મહામારી પર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કર્યો હતો. વિતેલા વર્ષે એપ્રિલ મહિનામાં આસામમાં પેટ્રોલ 5.85 રૂપિયા અને ડીઝલ પર 5.43 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ વધારાનો વિપક્ષે ખૂબ વિરોધ કર્યો હતો. રાજ્ય સરકારે તે સમયે કિંમતમાં વધારવા પાછળ રાજસ્વમાં નુકસાનનું કારણ આપ્યું હતું.

Share This Article