Connect with us

રાજકોટ

ધસમસતા વરસાદમાં કાર તણાઈ

Published

on

રાજકોટના જામ કંડોરણા તાલુકાના રામપર ગામની ભારે વરસાદને કારણે નદીમાં ધસમસતા  પ્રવાહમાં એક કાર તણાઈ હતી જેને પગલે કારમાં સવાર લોકોમાંથી બે મહિલઓના મોત થયા છે જ્યારે કાર ચાલકને બચાવી લેવાયો છે અને એક મહિલાની શોધખોળ હજુ ચાલુ છે.રાજયભરમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા વરસાદે પુરની સ્થિતિનું નિર્માણ કર્યુ છે જેમાં આજે રાજકોટના રામપર ગામે એક કાર ધસમસતા પાણીમાં તણાઈ ગઈ હતી જેમાં સવાર પાંચ લોકોમાંથી 3ના તણાઈને પાણીમાં ડુબી જાવથી મોત થયા હોવાની આશંકા છે. જેમાં 2 મહિલાઓના મૃતદેહને NDRFની ટીમે શોધી કાઢ્યા છે જ્યારે એક મહિલા લા પતા છે. રાજયભરમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા વરસાદે પુરની સ્થિતિનું નિર્માણ કર્યુ છે જેમાં આજે રાજકોટના રામપર ગામે એક કાર ધસમસતા પાણીમાં તણાઈ ગઈ હતી જેમાં સવાર પાંચ લોકોમાંથી 3ના તણાઈને પાણીમાં ડુબી જાવથી મોત થયા હોવાની આશંકા છે. જેમાં 2 મહિલાઓના મૃતદેહને NDRFની ટીમે શોધી કાઢ્યા છે જ્યારે એક મહિલા લા પતા છે.

 

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

રાજકોટ

આટકોટમાં એક કલાકમાં અડધો ઇંચ વરસાદ, ઉપલેટા અને ગોંડલ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, રસ્‍તા નદી બન્યા

Published

on

Half an inch of rain in an hour in Atkot, Upleta and Gondal Megharaja's thunderous entry, became a river

રાજકોટ જિલ્લામાં આજે સતત પાંચમા દિવસે મેઘરાજાની પધરામણી થઈ છે. જ્યાં ઉપલેટા, આટકોટ અને ગોંડલ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. દિવસભરના અસહ્ય બફારા બાદ હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં સારા વરસાદને લીધે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.જયારે રાજકોટ શહેરમાં બપોરના સમયે કેટલાક વિસ્તારમાં વરસાદ તો ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. શહેરમાં હાલ બાલજી હોલ, નાના મવા રોડ, લક્ષ્મીનગર, મવડી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

Half an inch of rain in an hour in Atkot, Upleta and Gondal Megharaja's thunderous entry, became a river

જયારે યાજ્ઞિક રોડ, રેસકોર્સ, જિલ્લાપંચાયત ચોક, જાગનાથ, ફૂલછાબ ચોક સહિતના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.ઉપલેટા તાલુકાના ગ્રામ્ય પંથકનામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉપલેટા તાલુકાના પાનેલી,ખાખીજાળીયા, ઢાંક,સેવંત્રા મોજીરા,ગઢાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે જેને લઇને ખેતરો તથા શેરી ગલીઓમાં પાણી વહેતા થયા છે. ગરમીથી રાહત મળતા લોકોમાં ખુશી જોવા મળી છે.

Continue Reading

રાજકોટ

રાજકોટમાં કુરિયર આવ્યાનું કહી 3 શખ્સોએ તબીબના સગીર પુત્રને ઘરની બહારથી દબોચ્યો

Published

on

3 persons snatch doctor's minor son from outside house saying courier arrives in Rajkot

રાજકોટમાં જાણે લુખ્ખા તત્વોને પોલીસ કે કાયદાનો કોઇ ડર ન હોય તેમ અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યાની ઘટના સામે આવી છે. જ્યાં શહેરના નિર્મલા રોડ પર કુરિયર આવ્યાનું કહી ત્રણ શખ્સોએ તબીબના સગીર પુત્રને ઘરની બહારથી પકડી લીધો હતો અને તેનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સગીરે બૂમાબૂમ કરતાં ત્રણેય શખ્સો સગીરને મૂકીને ત્યાંથી નાસી ગયા હતા. આ મુદ્દે હાલ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

3 persons snatch doctor's minor son from outside house saying courier arrives in Rajkot

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર નિર્મલા રોડ પર રહેતા તબીબ દંપતી ડો.જીગ્નેશ ખંધડિયા અને ડો.હેમા ખંધડિયાના સગીર પુત્રને તેના ઘર પાસેથી ઇકો કાર માંથી ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગે સગીરે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત રાત્રે 9.17 વાગ્યે હું અને મારા દાદી ઘરે હતા ત્યારે મારા મોબાઈલ નંબર ઉપર કોલ આવ્યો હતો. અને મને કહેલ કે બ્લુ ડાર્ટ કુરીયરમાંથી પાર્સલ આવેલ છે જેથી નીચે આવીને લઇ જાવ તેમ કહેતા હું મારા ઉપરના માળેથી નીચે આવી મારા ઘરની ડેલી ખોલી બહાર આવતા નીચે વ્હાઇટ કલરની ઇકો કાર હતી અને કારની બાજુમાં ફૂટપાથ ઉપર એક વ્યક્તિ ઉભેલ હતો તેને મેં જણાવેલ કે પાર્સલના કેટલા પૈસા આપવાના છે તેમ કહેતા કારમાંથી અન્ય એક વ્યક્તિ નીચે ઉતરેલ અને મારી પાસે આવેલ અને આ બન્ને જણાએ મને ખેંચી તે લોકો જે ઇકો કાર લાવેલ હતા.

Continue Reading

રાજકોટ

ટીમ ઇન્ડિયા કાલે રાજકોટમાં, સયાજી હોટલમાં રેડ કાર્પેટમાં ગરબા સાથે સ્વાગત

Published

on

Team India welcomes Garba on the red carpet at Sayaji Hotel in Rajkot tomorrow

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટી-20 ક્રિકેટ સિરીઝનો ચોથો મેચ રાજકોટમાં 17 જૂનના રોજ રમાનાર છે. ત્યારે શહેરમાં ક્રિકેટ ફીવર છવાયો છે. ભારતીય ટીમ કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલમાં રોકાવાની છે. 15 જૂન એટલે કે આવતીકાલે ભારત અને દક્ષિણ આફ્રિકા બંને ટીમના ખેલાડીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે. જેમાં ભારતીય ટીમનું સયાજી હોટલ ખાતે રેડ કાર્પેટમાં ગરબા સાથે સ્વાગત કરવામાં આવશે. આ માટે હોટલ ખાતે ખેલૈયાઓ દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. ભારતીય ટીમના ખેલાડીઓ રાજકોટના પ્રખ્યાત ઘૂઘરા, ગાંઠિયા-જલેબી, વઘારેલો રોટલો અને ઢોકળીના શાકનો સ્વાદ માણશે.સયાજી હોટેલમાં ભારતીય ખેલાડીઓના પોસ્ટર્સ પણ લાગી ચૂક્યા છે.

Team India welcomes Garba on the red carpet at Sayaji Hotel in Rajkot tomorrow

જેમાં ભારતીય ટીમનું ગરબાથી તો સાઉથ આફ્રિકાના ખેલાડીઓને ફૂલોની માળા પહેરાવી આવકારવામાં આવશે. ભારતીય ટીમ બ્રેકફાસ્ટમાં ગાંઠિયા-જલેબી અને સાંજે ઘૂઘરાનો સ્વાદ માણશે. લંચમાં ઢોકળીનું શાક, વઘારેલો રોટલો અને ડિનરમાં રાજસ્થાની ફૂડ ઘેવર રબડી, કૈર સાંગરી, દાલબાટી અને ઇન્દોરી ચાટનો સ્વાદ માણશે.દક્ષિણ આફ્રિકાની ટીમ 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટેલ ખાતે રોકવાની છે. અગાઉ પણ 2015માં આફ્રિકા ટીમ આ જ હોટલમાં રોકાઇ ચૂકી છે માટે ત્યાં પણ વેલકમ બેકના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ખાસ જે રીતે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં હાલમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, જેને જોતા સંક્રમણ ન વધે તે માટે હોટેલ સ્ટાફ દ્વારા પૂરતી કાળજી રાખવાની રહેશે. હોટેલના તમામ સ્ટાફ મેનેજર સહિત સૌ કોઇના બે વખત કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આગામી 15થી 18 જૂન ચાર દિવસ સુધી હોટેલમાં અન્ય પબ્લિક માટે રૂમ, બેંકવેટ હોલ અને રેસ્ટોરન્ટ બંધ રહેશે.

Continue Reading
Uncategorized5 hours ago

વડાપ્રધાન મોદીએ જાપાનના પીએમને આપી ખાસ ભેટ, જાણો તેના વિશે; વિદેશ સચિવે આ વાત કહી

Uncategorized5 hours ago

77 વર્ષથી કરી બોડી બિલ્ડીંગ, ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામ, 90 વર્ષની ઉંમરે પણ અદભૂત ફિટનેસ

Uncategorized5 hours ago

જીમમાં જનારા ડોગ ફૂડ કેમ ખાય છે? તેની પાછળનું કારણ ખૂબ જ વિચિત્ર છે

Uncategorized5 hours ago

PM મોદી પર ટિપ્પણી: પવન ખેડા સામેના તમામ કેસ લખનૌ ટ્રાન્સફર, વચગાળાના જામીન 10 એપ્રિલ સુધી લંબાયા

Uncategorized5 hours ago

કેરળને મળી તેની પ્રથમ ટ્રાન્સજેન્ડર વકીલ, પદ્મા લક્ષ્મીએ એક ઉદાહરણ સેટ કર્યું

Uncategorized6 hours ago

ગુજરાતની ફરી ધ્રૂજી ધરતી, કચ્છ જિલ્લામાં આટલી તીવ્રતાનો આવ્યો ભૂકંપ

Uncategorized6 hours ago

દર મહિને 3000 રૂપિયા, 2.5 લાખ નોકરીઓ અને 10 લાખ નોકરીઓ; રાહુલ ગાંધીએ કર્ણાટકના યુવાનોને વચન આપ્યું

Uncategorized6 hours ago

મેચ દરમિયાન યુવકને આવ્યો હાર્ટ એટેક, ક્રિકેટ ગ્રાઉન્ડમાં 45 દિવસમાં 8મું મોત

Uncategorized3 weeks ago

ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ઉપયોગમાં લેવાતા ભાવના સૂચકાંકોના પ્રકારો

Uncategorized3 weeks ago

પૂલ ટેબલ હત્યાકાંડ: બ્રાઝિલમાં ગેમ હારવા બદલ ખેલાડીની હાંસી ઉડાવતા 12 વર્ષની બાળકી અને સાત પુરુષોની ગોળી મારી હત્યા કરી

ગુજરાત4 weeks ago

ફોરવર્ડ અને ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ વચ્ચે શું તફાવત છે?

Uncategorized3 weeks ago

પીએમ મોદીએ કર્યું શિવમોગ્ગા એરપોર્ટનું ઉદ્ઘાટન અને બોલ્યા આ વાત

Uncategorized3 weeks ago

વિશ્વની સૌથી લાંબી નદી ક્રુઝ MV ગંગા વિલાસ પહોંચી ડિબ્રુગઢ, 50 દિવસની સફર પૂર્ણ કરી

Uncategorized4 weeks ago

ભૂકંપ પ્રભાવિત તુર્કીથી સ્વદેશ પરત આવેલી સેનાની મેડિકલ ટીમનું સ્વાગત, આર્મી ચીફે કર્યા ખુબ વખાણ

ગુજરાત4 weeks ago

સગીરને ‘આજા આજા’ કહેવું જાતીય સતામણી છેઃ મુંબઈ કોર્ટ

Uncategorized3 weeks ago

ભારતીય વાયુસેનાની ટીમ UAE પહોંચી, બહુપક્ષીય એક્સરસાઇઝ એક્સ ડેઝર્ટ ફ્લેગમાં ભાગ લેશે

Trending