73માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ચરમ સીમાએ

admin
1 Min Read

તાજેતરમાં ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા કાશ્મીરમાંથી કલમ 370 અને 35 A હટાવી દેવા સાથે રાષ્ટ્રવાદની ભાવનાને પ્રબળ બનાવતા લેવાતા પગલાંને દેશભરમાંથી પ્રચંડ જનસમર્થન મળી ચૂક્યું છે. ત્યારે આવતી કાલે 15મી ઓગસ્ટે 73માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે અખંડ ભારતનો જુસ્સો બુલંદી પર છે. એક માહિતી મુજબ સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે ખાદી સંસ્થાઓમાંથી આ વખતે અત્યાર સુધીમાં અંદાજે રૂપિયા 8 લાખની ખરીદી થઈ રહી છે. જે અગાઉના વર્ષો કરતા બમણી છે. હજી પણ રાષ્ટ્રધ્વજની ખરીદી માટે ભારે ઘસારો જોવાઈ રહ્યો છે. વડોદરાના ખાદી ઉદ્યોગોમાં આ વર્ષે રાષ્ટ્રધ્વજનું ધૂમ વેચાણ થયું હોવાની વિગતો મળી રહી છે. ગત વર્ષે કોઠી સ્થિત ખાદીગ્રામ ઉદ્યોગમાં 3 લાખના ધ્વજનું વેચાણ થયું હતું જો કે આ વર્ષે અંદાજીત 8 લાખના ધ્વજનું વેચાણ થયું હોવાની માહિતી મળી છે.

Share This Article