સરકારી નોકરીઓમાં ઈન્ટરવ્યૂને લઈ કેન્દ્ર સરકારનો નિર્ણય

admin
1 Min Read

સરકારી નોકરીઓમાં ઈન્ટરવ્યૂને લઈ કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે દેશના 23 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાં સરકારી નોકરીઓ માટે ઇન્ટરવ્યૂ નહીં લેવાય. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે આ અંગેની જાણકારી આપી છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે આ અંગે કહ્યું કે કેન્દ્ર સરકારમાં ગ્રુપ બી અને ગ્રુપ સીના પદ માટે ઇન્ટરવ્યૂની વ્યવસ્થા 2016થી જ ખતમ કરી દેવામાં આવી છે.

તેમણે કહ્યું કે પીએમ મોદીએ 2015માં લાલકિલ્લાથી પરીક્ષાઓથી ઇન્ટરવ્યુ હટાવવા અને લેખિત પરીક્ષાનાં આધારે જ નોકરી આપવાની વાત કહી હતી. નોંધનીય છે કે ગ્રુપ બી અને ગ્રુપ સીના પદ માટે ઇન્ટરવ્યૂની વ્યવસ્થા 2016થી જ ખતમ કરી દેવામાં આવી હતી જેમાં ગુજરાત અને મહારાષ્ટ્રે આ નિયમને ઘણી ઝડપથી સ્વીકાર્યો હતો.

બીજા રાજ્યોએ તેને જલ્દીથી લાગુ કરવાની અનિચ્છા દર્શાવી હતી. જોકે, હવે 23 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોની પરીક્ષાઓમાંથી ઇન્ટરવ્યૂ ન લેવાની વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે કહ્યું કે ભરતી પ્રક્રિયામાં પારદર્શકતા લાવવા માટે ઇન્ટરવ્યુ હટાવી દેવાથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે ખૂબ મદદરૂપ સાબિત થઈ છે.

Share This Article