રાજકોટ પરબડી ગામમાં સ્વયંભૂ બંધ, સરપંચ દ્વારા પોતે જ ચેક પોસ્ટ બનાવવામાં આવી

admin
1 Min Read

રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકાનું નાનું પરબડી ગામ  લોકડાઉનને પગલે સ્વયંભૂ બંધ પાળી રહ્યું છે. ત્યારે 2200 વસ્તીવાળું ગામ કોરોના વાયરસને પગલે 21  દિવસ લોકડાઉન સંપૂર્ણ બંધ પાળયુ હતું ત્યારે નરેન્દ્ર મોદી દ્વારા હવે 3/5/2020 સુધી લોકડાઉન લગાડવામાં આવ્યું છે. ત્યારે પણ ત્યા સુધી બંધ પાળીને સરકારના નિર્ણયને આવકાર્યો અને બે જગ્યાએ સરપંચ દ્વારા જ ચેક પોસ્ટ બનાવી અને પોતાના કાર્યકર્તાઓ જ ચેક પોસ્ટ પર રહે છે. 

ત્યારે ગામનાં કોઈ બહાર નિકળવા નથી દેવાતા અને બહારથી કોઈને આવવા દેતાં નથી.  શાકભાજી કે ફેરીયાઓને નાની પરબડી ગામે આવવાની મનાઈ છે.  લોકો સ્વયંભૂ લોકડાઉનનું સંપૂર્ણ પાલન કરે છે. ત્યારે  શહેર કરતાં ગામડાંમાં વધુ જાગૃતતા જોવાં મળી રહી છે.  તેવામાં ધોરાજી તાલુકાના નાની પરબડી ગામે લોકડાઉન ત્રીજી વખત પણ સરકાર દ્વારા વધારવામાં આવે ત્યારે પણ લોકડાઉનનું પાલન કરવામાં આવશે.

Share This Article