મુખ્યમંત્રી 24 કલાક સુધી રહેશે ઓબ્ઝર્વેશન હેઠળ, એક દિવસના કાર્યક્રમો રદ્દ કરાયા

admin
1 Min Read

મુખ્યમંત્રી વિજય રુપાણી રવિવારે વડોદરા ખાતે એક ચૂંટણી સભાને સંબોધતા દરમિયાન તબિયત લથડતા ઢળી પડ્યા હતા. જોકે, પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ તેમને તાત્કાલિક અમદાવાદ યુએન મહેતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની તબિયત હાલ સ્થિર હોવાનું જણાવવામાં આવ્યુ છે.

જોકે, તેમ છતાં તબીબોએ 24 કલાક આરામની સલાહ આપી છે. જેને લઇને સીએમ રૂપાણીના આજના તમામ કાર્યક્રમો અને મુલાકાતોને રદ કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જઇ રહી છે. તેમ તેમ તમામ પક્ષો સામદામ દંડ ભેદ પ્રકારે પોતાના ઉમેદવારોને જીતાડવા માટે દિવસરાત મહેનત કરી રહ્યા છે.

મુખ્યમંત્રીથી માંડીને મંત્રી સુધી તમામ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. જેના માટે તમામ લોકો દિવસરાત મહેનત કરી રહ્યા છે. જો કે ગઇકાલે નિઝામપુરા બેઠક ખાતે જાહેર સભા સંબોધતા સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત લથડી પડી હતી. મુખ્યમંત્રી સ્ટેજ પર સભા સંબોધવા માટે આવ્યા ત્યારે અચાનક તેઓની તબિયત ખરાબ થઈ હતી. જો કે તેમના સિક્યુરિટી ગાર્ડ અચાનક આવી જતા તેમને પકડી લીધા હતા. પરંતુ સિક્યુરિટી જવાનો તેમને પકડે તે પહેલા જ તેઓ નીચે પટકાયા હતા. તત્કાલ તેમને સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં મુખ્યમંત્રીની સારવાર કરી રહેલા ડોક્ટર્સ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, મુખ્યમંત્રીના તમામ રિપોર્ટ નોર્મલ છે.

https://twitter.com/Theindi47072747/status/1360982752984657923?s=20

Share This Article