ધાનેરામાં ગરીબ પરિવારોની સ્થિતિ દયનિય

admin
1 Min Read

ધાનેરાના ફતેપુરા ગામે મજૂરી અર્થે રાજસ્થાનના બાડમેરથી સાત જેટલા પરિવાર આવ્યા હતા. જે અંદાજે 50 કરતા વધુ કુટુંબની સભ્ય સંખ્યા ધરાવે છે.  પણ લોકડાઉનના કારણે તેમને મજૂરી ન મળતા પરિવારના સભ્યોને ઘરે બેસવાનો વારો આવ્યો છે. જ્યાં સુધી ઘરમાં અનાજ અને રૂપિયા હતા.

ત્યાં સુધી આ લોકો સ્વમાનભેર જીવન વિતાવી રહ્યા હતા. પણ આખરે રૂપિયા ખૂટતા અને મજૂરી ન મળતા ઘરના સભ્યો મહિલાઓ અને બાળકોની હાલત દયનિય બની જવા પામી છે.  કુટુંબની સાથે પશુઓને પણ સાચવવા મુશ્કેલ બની ગયા છે. ત્યારે આખરે ન છૂટકે ધાનેરાના વહીવટી તંત્ર પાસે હાથ લંબાવીને મદદ ની પોકાર કરી છે.

Share This Article