કોંગ્રેસના નેતાએ જ વધારી પાર્ટીની મુશ્કેલી… ભાજપના મહિલા મંત્રીને “આઈટમ” કહ્યું….

admin
1 Min Read

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે એક ચૂંટણી સભામાં પૂર્વ મંત્રી ઈમરતી દેવી પર કરેલી અભદ્ર ટિપ્પણીને લઈ મધ્ય પ્રદેશમાં રાજકારણ ગરમાઈ ગયુ છે. કમલનાથે એક ચૂંટણી સભાને સંબોધન કરતા મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી ઈમરતદેવીને આઈટમ કહેવાવાળા નિવેદનને લઈ હવે રાહુલ ગાંધીએ પણ નારાજગી વ્યક્ત કરી છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ પોતાના સંસદીય મતવિસ્તાર વાયનાડની મુલાકાતે છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાત કરતી વખતે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી. તેમણે કમલનાથના નિવેદન સાથે અસહમતિ વ્યક્ત કરી, રાહુલ ગાંધીએ કહ્યું કે કોઈ પણ મહિલાઓ સાથે અભદ્ર વ્યવહાર કરી શકે નહીં.

મધ્ય પ્રદેશના કેબિનેટ મંત્રી ઈમરતી દેવીને ‘આઈટમ’ કહેવા બદલ વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે “કમલનાથજી મારી પાર્ટીના છે, પરંતુ જે પ્રકારની ભાષાનો તેમણે ઉપયોગ કર્યો છે તેને હું પસંદ કરતો નથી. હું તેને એપ્રિશિએટ કરતો નથી. આ દુર્ભાગ્યપૂર્ણ છે.

નીચે આપેલી લીંક પર ક્લીક કરી સાંભળો કોંગ્રેસ નેતા કમલનાથે ભાજપના મંત્રી પર કરેલી અભદ્ર ટિપ્પણી…

Share This Article