હાલોલમાં કંપનીમાં મહિલાના મોતનો મામલો

admin
1 Min Read

હાલોલના શિવરાજપુર ફાટક પાસે આવેલી ક્યુબ મિનરલ્સ કંપનીમાં કામ કરતી દલિત મહિલાનું મશીનના બેલ્ટમાં આવી જતા મોત થયુ હતું. આ પ્રકરણમાં કંપની માલિક સહિત 3 વ્યક્તિ ઓ સામે નોંધાયેલી ફરિયાદના પગલે પોલીસે મેનેજર અને સુપરવાઈઝર ની ધરપકડ કરી લીધી છે. જ્યારે કંપની માલિક અને આતાપી વન્ડરલેન્ડનો ઇજારો ધરાવતાં સંજય શાહને પોલીસ શોધી શકી નથી. જોકે આ કેસમાં બહુ ચર્ચીત સંજય શાહને ઝડપી જેલ ભેગા કરવા પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.હાલોલ શિવરાજપુર ફાટક પાસે આવેલ ક્યુબ મિનરલ્સ કંપનીમાં ચાર માસ અગાઉ કંપનીમાં આવેલ રોલર મશીન પર કામ કરતી શિવરાજપુરની દલિત મહિલા કામદારનું મશીનમાં આવી જતા મોત થયુ હતું. જેમાં તપાસ બાદ સેફટી ઇન્સ્પેક્ટરના રિપોર્ટમાં કંપનીના માલિક સંજય છોટાલાલ શાહ.રહે 10 આત્મજ્યોત સોસાયટી.વડોદરા,.મેનેજર રાજેશભાઇ સનાભાઈ પરમાર અને સુપરવાઇઝર પ્રવીણભાઈ માલિયાભાઈ રાઠવાની બેદરકારીને લઇ મહિલાનું મોત થયાનો પોલીસને રિપોર્ટ આપ્યો હતો. પોલીસે 4 નવેમ્બરે ત્રણેય િવરૂદ્ધ સદોષ માનવ વધનો ગુનો નોધી મેનેજર રાજેશ પરમાર અને સુપરવાઈઝર પ્રવીણ રાઠવાની ધરપકડ કરી છે. જ્યારે માલિક સંજય શાહ ભૂગર્ભમાં ઉતરી ગયો છે.

 

 

 

Share This Article