સતાધારના મહંતશ્રી જીવરાજ બાપુનું નિધન

admin
1 Min Read

લાખો કરોડો લોકોની આસ્થાના પ્રતિક સમાન માનવામાં આવતા પવિત્ર સતાધાર મંદિરના પૂર્વ મહંત જીવરાજ બાપુનું નિધન થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સતાધારના પૂર્વ મહંતનું 93 વર્ષની ઉંમરે નિધન થયુ છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી શ્વાસ અને આંતરડાની બિમારીથી પીડિતા હતા, તેમની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. સતાધારના પૂર્વ સંત જીવરાજ બાપુનુ નિધન થતા હજારો લાખો ભક્તો અને સાધુ સંતોમાં ઘોરા શોકની લાગણી છવાઈ ગઈ છે. તાજેતરમાં જ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સતાધાર પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ જીવરાજ બાપુની મુલાકાત કરી તેમના ખબર અંતર પૂછ્યા હતા. તમને જણાવી દઈએ કે, સૌરાષ્ટ્રમાં મોટા સંતોમાં જીવરાજ બાપુ ગણવામાં આવે છે. જીવરાજ બાપુની અંતિમ વિધિ માટે સમગ્ર સંત સમાજ કાર્યક્રમ નક્કી કરશે. જીવરાજ બાપુએ આજીવન લગ્ન નહોતા કર્યા. જીવરાજ બાપુ ગાયોની સેવા કરી ગૌશાળામાં જ રહેતા હતા. તેમણે 1982માં મહંતની ગાદી સંભાળી હતી. શ્યામજીબાપુએ તેમને મંહત બનાવ્યા હતા. નાની ઉમંરથી તેઓ સતાધારમાં સેવા કરતા હતા. ઉલ્લેખનીય છે કે, આપાગીગા દ્વારા સતાધારની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારબાદ સતાધારમાં તેમના શિષ્ય કરમણ બાપુ, ત્યારબાદ રામબાપુ અને તેવીજ રીતે હરિબાપુ અને ત્યારબાદ લક્ષ્મણબાપુ, પછી શ્યામજીબાપુ અને તે પછી જીવરાજ બાપુએ સતાધારની જવાબદારી સંભાળી હતી, ત્યારબાદ તેમનાં શિષ્ય જગદીશબાપુ દેવ થયા બાદ હાલ લઘુમહંત તરીકે વિજયબાપુ સતાધારની જવાબદારી સંભાળી રહ્યા છે.

Share This Article