અજય દેવગને શુક્રવારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા તેની આગામી ફિલ્મના ટાઇટલ અને રિલીઝ ડેટની જાહેરાત કરી હતી. અજય દેવગનની સુપરનેચરલ થ્રિલર ફિલ્મનું નામ ‘શૈતાન’ હશે અને તે 8 માર્ચ, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. અજય દેવગણે ફિલ્મ ‘શૈતાન’નો ફર્સ્ટ લુક પણ બતાવ્યો છે જે તેના ટાઈટલ સાથે મેળ ખાય છે. વિકાસ બહલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અજય દેવગન સાથે આર માધવન અને જ્યોતિકા જોવા મળશે. ફિલ્મ ‘શૈતાન’ને અજય દેવગન, જ્યોતિ દેશપાંડે, કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠક પ્રોડ્યુસ કરી રહ્યા છે.
વર્ષ 2024માં અજય દેવગનની આવનારી ફિલ્મો
અજય દેવગનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વર્ષ 2024 તેના માટે ધમાકેદાર સાબિત થવાનું છે. અજય દેવગનની ઘણી ફિલ્મો 2024માં એક પછી એક રીલિઝ થવાની છે. અજય દેવગનની ફિલ્મ ‘શૈતાન’ માર્ચમાં, ફિલ્મ ‘ઓરોં મેં કહાં દમ થા’ એપ્રિલમાં, ફિલ્મ ‘સિંઘમ અગેન’ ઓગસ્ટમાં અને ફિલ્મ ‘રેડ 2’ નવેમ્બરમાં રિલીઝ થવાની છે. આ રીતે, અજય દેવગન 2024 દરમિયાન સિનેમાઘરોમાં પોતાનો જાદુ બતાવવા જઈ રહ્યો છે. અજય દેવગનની આ ફિલ્મો પર ચાહકોની નજર છે.
The post ‘ધ ડેવિલ ઈઝ કમિંગ’, અજય દેવગણે શેર કર્યું ડરામણું પોસ્ટર, આ તારીખે રિલીઝ થશે ફિલ્મ appeared first on The Squirrel.