કોરોનાકાળમાં ચુંટણી માટે ચુંટણીપંચે જાહરે કરી ગાઈડલાઈન, કરવું પડશે આ નિયમોનું પાલન

admin
2 Min Read

કોરોના જેવી ઘાતક મહામારી વચ્ચે પણ દેશમાં થનારી ચૂંટણી અને પેટાચૂંટણીઓ માટે ચૂંટણીપંચે નવા નિયમો બહાર પાડ્યા છે જેથી પ્રચાર અને મતદાન વેળાએ કોરોના સંક્રમણનો ફેલાવો થાય નહીં. ચૂંટણી પંચ દ્વારા કોરોના કાળમાં થનારી ચૂંટણી માટે ખાસ નિયમાવલીનું ચુસ્તપણે પાલન કરવાની સલાહ પણ આપવામાં આવી છે. આ માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા સામાન્ય ચૂંટણી માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

(File Pic)

સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને થર્મલ ગન જેવી વસ્તુઓ ચૂંટણી સમયે આવશ્યક રહેશે. ચૂંટણીની કામગીરી બાબતે ટ્રેનિંગ ઓનલાઇન સૂચન કરવામાં આવશે. આ ઉપરાંત ચૂંટણી પંચે કેન્ડીડેટ ઓનલાઇન ફોર્મ મેળવી શકશે, તેમજ એફિડેવિટ પણ ઓનલાઇન કરી ડિપોઝીટ પણ ઓનલાઇન કરી શકશે.

ચુંટણીપંચે જાહેર કરેલ ગાઈડલાઈન મુજબ હવે ઉમેદવાર સહિત ફક્ત પાંચ લોકો ડોર ટૂ ડોર પ્રચારમાં ભાગ લઈ શકશે. તેમજ જાહેર રેલી કે રોડ શૉની મંજૂરી ગૃહ મંત્રાલય અને રાજ્ય સરકારના કોરોના અંગેની માર્ગદર્શિકા પ્રમાણે મળશે. ચૂંટણી પંચની નવી ગાઇડલાઇન પ્રમાણે હવે ઉમેદવારી પત્ર ભરતી વખતે ઉમેદવાર સાથે ફક્ત બે લોકો અને બે ગાડી લઇ જવાની છૂટ આપવામાં આવશે.

મતગણતરી હોલમાં સાતથી વધારે કાઉન્ટિંગ ડેસ્કની મંજૂરી નહીં મળે. આ ઉપરાંત ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સેનિટાઇઝર, ગ્લવ્ઝ, ફેસ શીલ્ડ, માસ્ક, થર્મલ સ્કેનરનો ઉપયોગ કરવાનો રહેશે. ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે દિવ્યાંગો, 80 વર્ષથી વધારે વયના લોકો તેમજ કોરોના વાયરસને કારણે ફરજમાં રોકાયેલા કર્મીઓને પોસ્ટલ બેલેટની સુવિધા આપવામાં આવશે.

Share This Article