Connect with us

ધર્મદર્શન

દુર્ગાનું પ્રથમ રૂપ એટલે શૈલપુત્રી

Published

on

હિન્દુ શાસ્ત્રમાં મહા નવરાત્રીના ભવ્ય તેમજ રંગબેરંગી તહેવારના મૂળ અને મહત્વ વિશે અનેક દંતકથાઅો પ્રચલિત છે પણ સૌથી વધુ પ્રચલિત કથા અેવી છે કે ભક્તો દુર્ગા માતાની સાધના અને અારાધના કરે છે. પહેલા દિવસથી જ અા તહેવાર દેશ ઉપરાંત વિદેશમાં પણ રંગેચંગે ઉજવાય છે. ગુજરાતમાં નવલાં નોરતાંમાં સંગીતના તાલ અને મા જગદંબાના ગરબા સાથે યુવક-યુવતીઓ, નાના, મોટા સૌ કોઈ મન મુકીને ગરબે ઘુમે છે. ગરબાના સ્થળે મા દુર્ગાની મૂર્તિ કેન્દ્રમાં રાખવામાં અાવે છે અને રંગબેરંગી ચણીયા ચોળી અને ધોતી કુર્તામાં સજ્જ ખૈલેયાઅો મન મૂકીને ગરબે ઘુમીને માતાની ભક્તિમાં અોતપ્રોત થઇ જાય છે. નવરાત્રીનો તહેવાર માત્ર ગુજરાત કે ભારત માટે સીમિત ના રહેતા વિશ્વભરમાં જ્યાં પણ ભારતીયો વસે છે ત્યાં રંગેચંગે ઉજવાય છે. મા દુર્ગાના નવ રૂપ છે અને નવ દિવસમાં દરેક રૂપની અારાધના અને ઉપાસના કરવામાં અાવે છે……..નવરાત્રિનાં પ્રથમ દિવસે નવદુર્ગાનું ‘‘શૈલ પુત્રી’’ રૂપની પૂજા-આરાધના થાય છે. શૈલ એટલે પર્વત. અને આ પર્વત પુત્રી એટલેમા દુર્ગાનું પ્રથમ રૂપ‘‘શૈલપુત્રી’’ જે પાર્વતી તેમજ હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે. માર્કંડેયપુરાણમાં આ હિમાલય પુત્રી શૈલપુત્રીને પ્રથમ સ્થાન આપ્યું છે. હિમાલયની જેમ સૌથી ઊંચાઈએ આપણા શરીરમાં આવેલા મનની જ્યોતિ ચંદ્રમાની શીતળતા છે. તેવા આપણા મનમાં સાત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરાવી દે તેવી શૈલપુત્રી છે.પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે અવતરીત મા શૈલપુત્રી, વૃષભ પર બિરાજીત છે જેના જમણાં હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન છે. આ નવદુર્ગાઓની પ્રથમ નવદુર્ગા છે……આસો સુદ-૧ના રોજ આ સ્વરૃપની ઉપાસના થાય છે. આ પ્રથમ દિવસની ઉપાસનામાં યોગીઓ પોતાના મનને મુલાધારચક્રમાં સ્થિત કરે છે. જ્યાંથી યોગસાધનાનો આરંભ થાય છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુજરાત

રામ મંદિર નિર્માણ માટે BAPS સંસ્થાએ આપ્યું દાન….

Published

on

By

શ્રી રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ માટે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યા બાદ ભવ્ય મંદિરના નિર્માણ માટે આખા દેશમાં રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાન ચાલી રહ્યું છે, જેમાં 15 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધીના પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે.

આ પ્રથમ તબક્કામાં રાજ્યના વેપારીઓ અને મહાજન મંડળોએ રામ મંદિરના નિર્માણ માટે લગભગ 100 કરોડ જેટલી નિધિ સમર્પિત કરી છે. આ અભિયાનના બીજા તબક્કામાં પણ દાનનો ધોધ વહી રહ્યો છે. અયોધ્યામાં બની રહેલા રામ મંદિર માટે અનેક ધાર્મિક સંસ્થાઓ દાન કરી રહી છે, ત્યારે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા 2 કરોડ 11 હજાર 11 રૂપિયાનો ચેક મુખ્યપ્રધાનને અર્પણ કરાયો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રુપાણીએ પણ બીએપીએસ સંસ્થા દ્વારા કરવામાં આવી રહેલ પ્રશંસનીય કામગીરીના વખાણ કરવામાં આવ્યા હતા. સાથે જ રામ મંદિરના કન્ટ્રક્શનમાં પણ સંસ્થા દ્વારા સહયોગ આપવામાં આવી રહ્યો હોવાની તેમણે વાત કરી હતી.

Continue Reading

ધર્મદર્શન

કુંભ મેળો : શ્રદ્ધાળુઓ માટે SOP જાહેર

Published

on

By

કોરોના કાળમાં હરિદ્વાર ખાતે યોજાનારા કુંભ મેળાને લઈ SOP જાહેર કરવામાં આવી છે જેમાં નોંધણી અને કોરોના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યા છે. કુંભમાં પ્રવેશના 72 કલાક પહેલા RTPCR ટેસ્ટ નેગેટિવ આવે તેવા શ્રદ્ધાળુઓને જ મંજૂરી આપવામાં આવશે. સમગ્ર કુંભ મેળા ક્ષેત્રમાં કોરોના સંક્રમણથી બચાવને ધ્યાનમાં રાખીને સરકારે 10 સેક્ટર માટે SOP બહાર પાડી છે.

આ સેક્ટર્સમાં આશ્રમ, ધર્મશાળા, હોટેલ, રેસ્ટોરા અને ગેસ્ટહાઉસ, દુકાન, વ્યાપારી સંસ્થાનો, ધાર્મિક સ્થળો, સાર્વજનિક પરિવહન, વાહનો માટેના પાર્કિંગ સ્થળો, હોલ્ટિંગ પોઈન્ટ, ઘાટ, રેલવે અને બસ સ્ટેશનનો સમાવેશ થાય છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના સચિવ એસએ મુરૂગેશનના કહેવા પ્રમાણે કુંભ માટે આંતરરાજ્ય પરિવહન, નોંધણી વગેરેને લઈ ટૂંક સમયમાં જ વધુ એક SOP જાહેર કરવામાં આવશે.

માઘ પૂર્ણિમા પર 27મી ફેબ્રુઆરીના રોજ હરિદ્વારમાં કુંભનું આયોજન પ્રસ્તાવિત છે જેને લઈ સરકારે તૈયારીઓ વધારી દીધી છે. કુંભ સામેનો મુખ્ય પડકાર કોવિડનું સંક્રમણ ફેલાતું અટકાવવું તે છે અને તેને ધ્યાનમાં રાખીને જ વિભિન્ન સેક્ટર માટે SOP જાહેર કરવામાં આવી છે. કુંભમાં આવતા તમામ યાત્રિકો માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે તથા શ્રદ્ધાળુઓ, પ્રવાસીઓને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

Continue Reading

ગીર સોમનાથ

સોમનાથના દરિયામાં તૈયાર કરાશે કાચની ટનલ, આવો હશે નજારો…..

Published

on

By

ગીર સોમનાથના યાત્રાધામ સોમનાથમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે સરકાર અને ટ્રસ્ટ કટિબદ્ધ છે. ત્યારે હવે સોમનાથના દરિયામાં કાચની ટનલ મૂકવામાં આવશે તેવા એક સમાચાર સામે આવી રહ્યા છે. પ્રવાસીઓ માટે દરિયાઇ સૃષ્ટીને નિહાળવા માટે આ ટનલ બનાવાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન બન્યા બાદ આ માટે ખાસ 300 કરોડની ફાળવણી કરાઇ છે.

300 કરોડના ખર્ચે પ્રવાસનને વેગ મળે તેવા પ્રોજેક્ટ હાથ ધરાયા છે. ત્રિવેણી દેહોત્સર્ગથી સમાકાઠે કેબલ બ્રિજ, વોટર સ્પોટ્સ, રેસ્ટોરન્ટ સહિતની સુવિધાઓ ઘાટ પણ કરવામાં આવશે. પાર્કિંગ ડોરમેટરી વચ્ચે થીમ આધારિત કેવ મ્યુઝિયમ બનશે. સોમનાથ ખાતે અધ્યતન બસ સ્ટેશન પણ તૈયાર કરાશે.

યાત્રાધામને પ્રોત્સાહન આપવા તૈયાર કરાઈ રહેલ પ્રોજેક્ટોમાં સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ કાચની દરિયાઇ ટનલનો છે. પર્યટકો આ ટનલમાં જઇ એક્વેરિયમની જેમ સોમનાથના દરિયાની અંદર પાણીની જીવસૃષ્ટિ નિહાળી શકશે.

તો બીજા તબક્કામાં પાર્કિંગ ડોરમેટરી વચ્ચે થીમ આધારિત કેવ મ્યુઝિયમ બનશે. જેમાં પશુ-પક્ષી, વિવિધ સંપ્રદાય ધર્મ અને બાર જ્યોતિર્લિંગના ઓડીયો વીઝ્યુલનો પ્રોજેક્ટ હાથ ધરાશે.

Continue Reading
Uncategorized47 mins ago

વોટ્સએપ પર હવે ગાયબ નહીં થાય સ્ટેટસ! 24 કલાક પછી અહીં સાચવવામાં આવશે; નવી સુવિધા જાણો

Uncategorized2 hours ago

દરરોજ લાખો કમાવે છે આ મહિલા, બસ કરે છે આ સરળ કામ, એક કલાકનો ચાર્જ સાંભળીને ચોંકી જશો

Uncategorized3 hours ago

કૃતિ સેનનની વ્હાઇટ પર્લ સાડી લુકથી હટશે નહીં નજર, પાર્ટી માટે છે પરફેક્ટ

Uncategorized4 hours ago

માત્ર એક જ પ્રકારની ઓમલેટ ખાઈને કંટાળી ગયા છો તો બનાવો આ સ્વાદિષ્ટ ટમેટાની ઓમલેટ

Uncategorized6 hours ago

IPLમાં 890 રન અને 3 સદી! છતાં પણ શુબમન ગિલ માટે WTC કેમ મુશ્કેલ બનશે? સ્વયં જાહેર કરી

Uncategorized6 hours ago

Jee Karda Trailer : તમન્ના ભાટિયા પ્રેમને લઈને મૂંઝવણમાં દેખાઈ, પ્રથમ હિન્દી વેબ સિરીઝનું ટ્રેલર થયું રિલીઝ

એન્ટરટેનમેન્ટ6 hours ago

આદિપુરુષની ટીમ દરેક થિયેટરમાં 1 સીટ ભગવાન હનુમાનને સમર્પિત કરશે.

Uncategorized8 hours ago

તમને રાતોરાત કાંટાદાર ગરમીથી છુટકારો મળશે, તમારે ફક્ત આ રીતે એલોવેરા જેલનો ઉપયોગ કરવો પડશે

Uncategorized4 weeks ago

સરદારધામ પ્રેરિત એકસ્પો નૂતન ભારતનું નિર્માણ કરશે : વડાપ્રધાનનું સપનું થશે સાકાર

Uncategorized4 weeks ago

યુઝવેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, બન્યો IPLનો નંબર 1 બોલર

Uncategorized4 weeks ago

શું શાહરૂખ ખાનની ઈચ્છા પૂરી થશે? શા માટે હવે કોઈની સાથે લડવા નથી માંગતા SRK, ‘જવાન’ની રિલીઝ ડેટ અણધાર્યા

Uncategorized4 weeks ago

સ્કેમરે નોકરીની ઓફર આપી અને પછી અચાનક ખાતામાંથી 96 લાખ રૂપિયા કપાઈ ગયા

Uncategorized4 weeks ago

ચૂકશો નહીં તક ! આ મહિને ટાટા મોટર્સની આ SUV કાર પર બમ્પર ડિસ્કાઉન્ટ

એન્ટરટેનમેન્ટ4 days ago

સલમાન ખાન અને શાહરૂખ ખાનનું સ્થાન કોણ લેશે?

લાઈફ સ્ટાઇલ5 days ago

રસોડામાં છુપાયેલા કોકરોચ તમને બીમાર કરી શકે છે, તેનાથી છુટકારો મેળવવા માટે કરો આ ઉપાયો

Uncategorized4 weeks ago

OMG! 90 રૂપિયામાં મહિલાએ ખરીદ્યું ઘર, પછી કર્યો એવો કમાલ, હવે લોકો 4 કરોડ ચૂકવવા છે તૈયાર

Trending