અંબાલા એરબેઝ ખાતે લેન્ડ થયા પાંચેય રાફેલ, વોટર સેલ્યુટ દ્વારા કરાયું સ્વાગત

admin
1 Min Read

ભારતીય એરફોર્સ માટે આજનો દિવસ ઘણો મહત્વપૂર્ણ રહ્યો છે. ચીનની સાથે લદ્દાખ સીમા પર તણાવની વચ્ચે હરિયાણાના અંબાલા સ્થિત ભારતીય વાયુસેનાના એરબેઝ પર 5 મલ્ટિ-રોલ ફાઇટર જેટ રાફેલનું લેન્ડિંગ થઇ ચૂક્યુ છે. ભારતીય વાયુસેના માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ બની રહ્યો છે અને 5 રાફેલ ફાઇટર જેટ ફ્રાન્સથી લાંબું અંતર કાપી હરિયાણાના અંબાલા સ્થિત એરબેઝ પર લેન્ડ થયા છે. જ્યાં જેટ્સનું સ્વાગત વોટર સેલ્યુટ સાથે કરવામાં આવ્યું છે. ફ્રાંસ તરફથી ભારતીય એરફોર્સને આ 5 ફાઇટર એરક્રાફ્ટ ની ડિલિવરી કરવામાં આવી છે.

(File Pic)

લેડિંગ પહેલાં પાંચ રાફેલે અંબાલા એરબેસની હવાની પરિક્રમા કરી હતી. વોટર ગન સેલ્યૂટ દ્વારા અંબાલામાં ઇતિહાસ રચતાં રાફેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસર પર રાફેલના સ્વાગત માટે લેડિંગ બાદ પોતે વાયુ સેના પ્રમુખ એર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયા વિમાનના સ્વાગત માટે અંબાલા પહોંચ્યા હતા.

 

મહત્વનું છે કે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે બપોરે રાફેલનો ટચ ડાઉન વીડિયો ટ્વિટ કર્યો હતો. તેમણે ટ્વિટરના માધ્યમથી રાફેલના લેન્ડિંગની જાણકારી આપી હતી અને સાથે જ વાયુ સેનાને અભિનંદન પાઠવ્યા હતા. આપને જણાવી દઈએ કે, રક્ષા નિષ્ણાંતોના મતે આ વિમાનો મળ્યા બાદ હવે ભારતે ચીન અને પાકિસ્તાન સામે વધારે શક્તિશાળી બન્યુ છે. એક સાથે ઘણી અચૂક કામગીરીને અંજામ આપતા આ રાફેલ ફાઇટર જેટ લેહમાં તૈનાત કરવામાં આવશે.

Share This Article