ચાર નદીઓને પ્રદૂષણમુક્ત કરવા સરકારે લીધો નિર્ણય

admin
1 Min Read

ઉદ્યોગોના કેમિકલયુક્ત કચરો અને કેમિકલયુક્ત ગંદું પાણી વર્ષોથી નદીઓમાં ઠલવાય છે પરિણામે નદીઓ પ્રદૂષિત થાય છે. આ નદીઓનું પ્રદૂષિત પાણી જ્યાં જ્યાં આગળ વધે છે ત્યાં ત્યાં ખેતીની જમીનને બિન ઉપજાઉ બનાવે છે. જે લોકો આ નદીઓનું પાણી પીવે છે તેમને રોગયુક્ત બનાવે છે. તેમાંય ઉદ્યોગોના પ્રતાપે આ નદીઓમાં કેમિકલયુક્ત પાણી ભળી જતુ હોય છે જેના કારણે વધુ પ્રદૂષિત બને છે.

તેનું ઉત્તમ ઉદાહરણ દિલ્હીની યમુના નદી છે. યમુના નદીનું ધાર્મિક તેમજ પૌરાણિક દ્રષ્ટિએ આગવું મહત્ત્વ સદીઓથી રહ્યું છે.પરંતુ, હાલ આ ઉદ્યોગોને કારણે આ નદીનું અસ્તિત્વ જ જોખમાયું છે. ત્યારે, ગુજરાતમા પણ નદીઓના લેવલે આવી ભયાવહ સ્થિતિનું નિર્માણ ના થાય તે માટે ગુજરાત સરકારે સમયસર જાગીને હવે સાબરમતી, મહી, વિશ્વામિત્રી અને ભાદર નદીને 2275 કરોડના ખર્ચે પ્રદૂષણમુક્ત બનાવવાનો નિર્ણય લીધો છે.

જે કેમિકલયુક્ત ગંદું પાણી હાલ આ નદીઓમાં ઠલવાય છે તે ગંદા પાણીનું ટ્રિટમેન્ટ કરીને હવે સીધુ દરિયામાં જાય એ પ્રકારે આ નદીઓથી દરિયાને જોડતી પાઇપલાઇનો બિછાવાશે. આ મુદ્દે હાઇપાવર કમિટીની એક બેઠક તાજેતરમાં જ ચીફ સેક્રેટેરી અનિલ મુકીમના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં નદીઓથી દરિયાને જોડતી પાઇપલાઇનો બિછાવવાનું કામ જાન્યુઆરી 2021થી શરુ કરવામાં આવી શકે છે.

Share This Article