ચૂંટણી પ્રક્રિયામાં મહત્વનો ફેરફાર કરવાની તૈયારીમાં સરકાર

admin
2 Min Read

દેશમાં એક સાથે ચુંટણી યોજવાના મુદ્દા પર ચર્ચા માટે પીએમઓમાં ચાલુ મહિનાની શરુઆતમાં મહત્વની બેઠક મળી હતી. આ બેઠક દરમિયાન સ્થાનિક ચૂંટણીઓ, વિધાનસભા અને લોકસભા ચૂંટણી માટે એક કોમન વોટર લિસ્ટ તૈયાર કરવાને લઈ ચર્ચા થઈ હતી.

13 ઓગસ્ટના રોજ થયેલી આ બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાનના પ્રધાન સચિવ પીકે મિશ્રાએ કરી હતી. હાલમાં કેટલાક રાજ્યોમાં ચૂંટણી આયોગ તરફથી તૈયાર કરવામાં આવેલા વોટર લિસ્ટનો ઉપયોગ પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં કરવામાં આવે છે.

સુત્રોના જણાવ્યા મુજબ, આ બેઠકમાં બે વિકલ્પો પર વાતચીત થઈ. જેમાં પહેલા બંધારણના આર્ટિકલ 243કે અને 243 ઝેડએમાં સંશોધન કરીને દેશમાં તમામ ચુંટણી માટે એક વોટર લિસ્ટ હોવાનું ફરજીયાત કરવામાં આવે. બીજો વિકલ્પ એ પણ છે કે, રાજ્ય સરકારોને પોત-પોતાના કાયદામાં ફેરફાર કરીને નગરપાલિકા અને પંચાયત ચુંટણી માટે ચુંટણી પંચની મતદાતા લિસ્ટને અપનાવવા માટે મનાવવામાં આવે. આ સંશોધન બાદ ચૂંટણી માટે મતદાતાઓની એક જ યાદી તૈયાર કરવી જરુરી છે.

આપને જણાવી દઈએ કે, હાલમાં મોટા ભાગના રાજ્યોમાં નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણી કરાવવા માટે ચૂંટણી આયોગની મતદાતા યાદીનો ઉપયોગ કરે છે. જો કે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઓડિશા, આસામ, મધ્ય પ્રદેશ, કેરળ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં સ્થાનિક એસેમ્બલીની ચૂંટણી માટે પોતાના વોટર લિસ્ટ છે. ઉલ્લેખનીય છે કે કોમન વોટર લિસ્ટ લાવવું ગત વર્ષ ભાજપના ઢંઢેરા પત્રમાં હતુ. કહેવામાં આવે છે કે આના ઉપયોગથી સમય અને ખર્ચ બન્ને બચી જશે.

Share This Article