સરકાર હજી મૂંઝવણમાં ત્યાં ભાજપના કાર્યકરો રમ્યા ગરબા

admin
1 Min Read

એકબાજુ રાજ્ય સરકારે કોરોનાકાળને ધ્યાનમાં રાખી દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા યોજાતો નવરાત્રિ મહોત્સવ રદ્દ કર્યો છે. ત્યાં સત્તાધારી પાર્ટીના જ અગ્રણીઓ સરકાર દ્વારા કોરોના મહામારીને ધ્યાનમાં રાખી લાગુ કરવામાં આવેલ નિયમોના ખુલ્લેઆમ ધજાગરા ઉડાવી રહ્યા છે.

સૌરાષ્ટ્રમાં ભાજપ કાર્યકરોના ગરબા કાર્યક્રમ બાદ વધુ એક વખત ભાજપનો ગરબા સેલિબ્રેશનનો વિડિયો વાયરલ થયો છે. ભાવનગરના સાંસદ ડો. ભારતીબેન શિયાળની ભાજપમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદે નિમણૂંક થતા ભાવનગર ભાજપ કાર્યાલયે કાર્યકર્તાઓએ આતશબાજી કરી અને મીઠાઇ વહેંચી હતી. આ ઉત્સાહમાંને ઉત્સાહમાં ભાજપ કાર્યકર્તાઓએ ગરબા પણ રમી લીધા હતા જે દરમિયાન સોશિયલ ડિસ્ટન્સના ખુલ્લેઆમ ધજાગરા ઉડાડયા હતાં.

https://twitter.com/TheSquirrelin/status/1310233149973037058?s=19

એક તરફ સરકાર કોરોના મહામારીને હરાવવા એડીચોટીનું જોર લગાવી રહી છે તો બીજી તરફ ભાજપના કાર્યકર્તાઓએ ગરબા રમીને સોશિયલ ડિસ્ટન્સના નિયમને નેવે મુકી દીધો હતો. જેને લઈ રાજ્યની જનતા અને વિપક્ષ દ્વારા સત્તાપક્ષના આ વલણની આકરી ટીકા કરવામાં આવી હતી. ભાવનગરમાં ભાજપ અગ્રણીઓ દ્વારા ગરબા સેલિબ્રેશન કરવામાં આવતા તેનો વિડિયો પણ જોત જોતામાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે હવે એ જોવુ રહ્યું કે સરકાર સોશિયલ ડિસ્ટેન્સિંગના ઉલ્લંઘન મામલે પોતાના પક્ષના અગ્રણીઓ સામે કાર્યવાહી કરે છે કે નહીં?

Share This Article