પ્રાથમિક શિક્ષકોના ગ્રેડ પેને લઈ સરકારની જાહેરાત, 65 હજાર શિક્ષકોને થશે ફાયદો

admin
1 Min Read

પ્રાથમિક શિક્ષકોના 4200ના ગ્રેડ પેને લઈને ચાલી રહેલ આંદોલનનો સુખદ અંત આવ્યો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે મહત્વની જાહેરાત કરી હતી. તેમણે જૂના પરિપત્રને હાલ પૂરતો રદ્દ કરી શિક્ષકોને મોટી રાહત આપી હતી. શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક શિક્ષકોનો ગ્રેડ પે ઘટાડવાનો પરિપત્ર હાલ સ્થગિત કરવામાં આવ્યો છે.

(File Pic)

સરકાર અને શિક્ષણ સંઘ વચ્ચેની ચોથી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા ગુજરાતના 65 હજારથી વધુ શિક્ષકોના ગ્રેડ-પેના વિવાદના મામલે શિક્ષણમંત્રી અને શિક્ષક સંઘ વચ્ચે ત્રણ બેઠકો યોજવામાં આવી હતી.

(File Pic)

આમ છતાં આ વિવાદનો કોઇ ઉકેલ આવી શક્યો નહોતો. શિક્ષકોને થઇ રહેલા અન્યાયના મામલે છેલ્લા એક વર્ષથી લડત આપી રહ્યા હતા. હાલમાં કોરોનાની મહામારીમાં રેલી કે આંદોલન કરી શકે નહીં તે માટે પ્રાથમિક શિક્ષકોએ ગ્રેડ પે 4200ની માંગણીને લઇને સોશિયલ મીડિયામાં લડત શરૂ કરી હતી. ત્યારે સરકારની આ જાહેરાતથી 2010 પછીના શિક્ષકોને ફાયદો થશે. શિક્ષકોને વિવાદાસ્પદ પરિપત્રથી 8000થી વધુનું નુકશાન થઈ રહ્યું હતું. સરકારે 25/6/19 નો પત્ર સરકારે રદ કર્યો છે.

Share This Article